ચૂંટણીમાં કથિત વોટ ચોરી અને મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો સાથે જોડાયેલા મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની કોર્ટ પાસે મંજૂરી માંગી છે. રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધન સાથે જોડાયેલા અન્ય અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરો અને પંચના અધિકારીઓને સોગંદનામા દ્વારા આ સવાલોના જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવે.

