Get App

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા નવા સર્વેએ ભાજપનું ટેન્શન વધાર્યું! વોટ શેરમાં અખિલેશ આગળ, જાણો સપા-કોંગ્રેસ સાથે લડે તો કોની બનશે સરકાર?

UP Election Survey: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સામે આવેલા નવા ઓપિનિયન પોલે રાજકીય ગરમાવો લાવી દીધો છે. સર્વે મુજબ ભાજપ અને સપા-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર છે. જાણો કોને કેટલી બેઠકો મળવાનું અનુમાન છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2026 પર 11:21 AM
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા નવા સર્વેએ ભાજપનું ટેન્શન વધાર્યું! વોટ શેરમાં અખિલેશ આગળ, જાણો સપા-કોંગ્રેસ સાથે લડે તો કોની બનશે સરકાર?યુપી વિધાનસભા ચૂંટણી પહેલા નવા સર્વેએ ભાજપનું ટેન્શન વધાર્યું! વોટ શેરમાં અખિલેશ આગળ, જાણો સપા-કોંગ્રેસ સાથે લડે તો કોની બનશે સરકાર?
આ વખતે યુપીમાં મુખ્ય જંગ ભાજપના નેતૃત્વ હેઠળના NDA અને સમાજવાદી પાર્ટી (SP) તથા કોંગ્રેસના 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધન વચ્ચે જોવા મળી રહ્યો છે.

UP Election Survey: ઉત્તર પ્રદેશમાં આગામી થોડા મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે. આ વખતે યુપીમાં મુખ્ય જંગ ભાજપના નેતૃત્વ હેઠળના NDA અને સમાજવાદી પાર્ટી (SP) તથા કોંગ્રેસના 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધન વચ્ચે જોવા મળી રહ્યો છે. બીજી તરફ માયાવતીની બસપા (BSP), અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદની એન્ટ્રીએ ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. આ દરમિયાન એક નવો ઓપિનિયન પોલ સામે આવ્યો છે, જેણે ભાજપની ચિંતા વધારી દીધી છે.

15 ઓક્ટોબરથી 23 નવેમ્બર દરમિયાન કુલ 91,429 લોકોના સેમ્પલ સાઈઝ સાથે કરવામાં આવેલા આ સર્વે મુજબ, જો અત્યારે ચૂંટણી યોજાય તો બંને મુખ્ય પક્ષો વચ્ચે અત્યંત કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 403 બેઠકો ધરાવતી યુપી વિધાનસભામાં સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 202 છે.

અલગ-અલગ લડે તો ભાજપ આગળ, પણ ગઠબંધન થાય તો બાજી પલટાઈ શકે!

સર્વેના આંકડા દર્શાવે છે કે જો રાજકીય પક્ષો અલગ-અલગ ચૂંટણી લડે તો ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે, પરંતુ સપા-કોંગ્રેસ સાથે આવે તો ચિત્ર બદલાઈ જાય છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો