UP MLC Election Results 2026: ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે જોરદાર અને કાંટાની ટક્કર જોવા મળી છે. તાજેતરના પરિણામો મુજબ, કુલ 11 બેઠકોમાંથી ભાજપે 6 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે સપાએ 5 બેઠકો જીતીને ભાજપનું ટેન્શન વધારી દીધું છે.

