Get App

વિમેન્સ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટમાં મહિલાઓનો ફાળો

વિમેન્સ સ્પેશિયલના દિવસે પ્રોપર્ટી ગુરુમાં જાણકારી લઈશું આયુષી આશર, હેમા ચૌહાણ અને બિનીતા દલાલ પાસેથી

MoneyControl Newsઅપડેટેડ Mar 12, 2023 પર 11:38 AM
વિમેન્સ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટમાં મહિલાઓનો ફાળોવિમેન્સ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટમાં મહિલાઓનો ફાળો

આશર ગ્રુપના ડાયરેક્ટર, આયુષી આશરના મતે -

રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણા બદલાવ આવ્યા છે. રિયલ એસ્ટેટમાં મહિલા-પુરૂષનુ ડિસ્ક્રિમિનેશન નથી. રિઝલ્ટસ આધારિત પરફોરમન્સનુ જ મહત્વ મુખ્યત્વે રહેલુ છે. ડેવલપર્સને લગતા વિવિધ વ્યવસાય સાથે મહિલાઓ સંકળાયેલી છે. ઘર ખરીદારીમાં મહિલાઓનો મોટો ફાળો છે. ઘર ખરીદારી માટે 60 થી 70% મહિલાઓનો આર્થિક ફાળો હોય છે. 70 થી 80 ટકા મહિલાઓ કો-ઓનર્સ બનતી હોય છે.

મકાનને ઘર બનાવવા માટે પણ મહિલાઓનુ મહત્વ રહ્યું છે. કંન્સ્ટ્રકચલ સાઇટ પર વધુ મેલ લેબર કામ કરતા હોય છે. ફેક્ટરી મેન્યુફેક્ચરમાં મહિલા લેબર વધુ સંકળાયેલી હોય છે. કોન્ટ્રાક્ટર્સ પોઝીશનમાં પણ સામાન્ય રીતે પુરૂષો જ હોય છે. ઘણી મહિલાઓ ઘણા ક્ષેત્રમાં આગળ વધી છે. ઘણી સફળ મહિલાઓ આવનારી પેઢી માટે આદર્શ છે. મહિલા-પુરૂષના ભેદભાવ વગર પોતે પોતાનુ કામ પુરી ક્ષમતા સાથે કરવુ જોઇએ.

સોલિડાગો રિયલ્ટીના ડિરેક્ટર અને સીએમઓ, હેમા ચૌહાણના મતે -

ઘર ખરીદવાના નિર્ણયમાં મહિલાઓનો ફાળો ઘણો મોટો છે. ઘર ખરીદારીમાં 70 થી 80 ટકા મહિલાઓ આર્થિક ફાળો આપે છે. ઘર ખરીદારીના નિર્ણયમાં મહિલાઓનો ઘણો મોટો રોલ ધરાવે છે. મહિલાઓએ રિયલ એસ્ટેટના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયી છે. સરકારી ઓફિસોમાં પણ હવે મહિલા અધિકારી હોય છે. મહિલાઓ માટે ઘરનુ મહત્વ અનેરૂ છે. ફાઇનાન્સ અને ઇન્ટિયરિયર દરેક બાબત પર મહિલા ધ્યાન આપે છે. મહિલાઓ લોકેશન પર પણ સારૂ ધ્યાન આપે છે. સરકાર પણ મહિલાઓને ઘર માલિક બને તે માટે પ્રોત્સાહન આપે છે.

મહિલા વિંગ MCHIના ફાઇનાન્સ હેડ કીસ્ટોન ડેવલપર્સ, બિનીતા દલાલના મતે -

રિયલ એસ્ટેટમાં મહિલાઓનો ફાળો રહ્યો છે. રિયલ એસ્ટેટ મેલ ડોમિનેટેડ ક્ષેત્રમાં છે. આજના સમયમાં મહિલાઓ રિયલ એસ્ટેટમાં લીડ રોલ લઇ રહી છે. રિયલ એસ્ટેટમાં મહિલાઓનુ મહત્વ ખૂબ વધારે છે. ઘર ખરીદારીના નિર્ણયો લેવામાં મહિલાઓનો મોટો ફાળો રહ્યો છે. વર્કિંગ વુમન્સની સંખ્યા વધી છે. મહિલાઓ સ્વતંત્ર રીતે અસેટ ઓનર બનવા ઇચ્છે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો