એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે માર્કેટ એક રેન્જમાં ફરતો જોવા મળી શકે છે. નિફ્ટીમાં નીચેમાં 17500નો સપોર્ટ બની રહ્યો છે અને ઉપરમાં 16800નો રેઝિસ્ટેન્સ પણ બની રહ્યો છે. નિફ્ટીમાં 300 અંકની રેન્જ બની રહી છે. નિફ્ટીમાં 17500ના સ્ટૉપોલ સાથે 17800ના લક્ષ્ય માટે ખરીદીની સલાહ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 41500-41800ના ઝોનમાં પ્રોફિટ બુકિંગનો સેલિંગ પ્રેશર જોયો હતો.