મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે આજે નિફ્ટીમાં 17430નું કરેક્શન જોવા મળી રહ્યું છે. આજથી બે દિવસ પહેલા માર્કેટ કરેક્ટ થયું હતું, ત્યારે 17430ના લેવલથી બાઉન્સ કર્યું હતું. આજના દિવસે પણ માર્કેટ 17430ના લો પર બાઉન્સ બેક કરી રહ્યું છે. નિફ્ટીમાં 17400નો સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટીમાં ઉપરમાં 17600-17650ના લક્ષ્ય રાખી શકો છો. છેલ્લા બે દિવસથી માર્કેટમાં બેન્કિંગ સેક્ટર તરફથી દબાણ બની રહ્યું છે.