2023ના વર્ષની શરૂઆત થઈ છે પણ બજારમાં એવા કોઈ ખાસ એક્શન છેલ્લાં દોઢ મહિનામાં જોવા નથી મળ્યા. બીજી તરફ પરિણામોની સિઝન ચાલી રહી છે અને અમુક સેગમેન્ટમાં સારા પરિણામો પણ આવી રહ્યા છે. તો ઉચ્ચત્તમ સ્તરેથી કેટલાક સ્ટોકમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. હવે આવી માર્કેટની સ્થિતિમાં ક્યાં છે તમારા માટે કમાણીની તક તેની વાત કરીશું. આગળ જાણકારી લઈશું એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી, માર્કેટ એક્સપર્ટ રાજન શાહ અને મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના ભાવિન શાહ પાસેથી.