Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2023 પર 12:08 PM
Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલStock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ICICI Prudential Life -

આ જીવન વીમા કંપનીએ 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત ક્વાર્ટરમાં 220.63 કરોડ રૂપિયાના સ્ટેંડઅલોન લાભ હાસિલ કર્યો છે. આ સમયમાં કંપનીના નફામાં વર્ષના આધાર પર 29 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. Q3FY23 માં કંપનીની શુદ્ઘ પ્રીમિયમ આવક વર્ષના આધાર પર 4.3 ટકા વધીને 9464.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ICICI Lombard -

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે જણાવ્યુ છે કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 11 ટકાના વધારાની સાથે 352.53 કરોડ રૂપિયા પર રહ્યો છે. આ ક્વાર્ટરમાં અર્જિત પ્રીમિયમ વર્ષના આધાર પર 14.5 ટકાના વધારાની સાથે 3792 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે, કંપનીની કુલ આવક 13.2 ટકાના વધારાની સાથે 4362 કરોડ રૂપિયા રહી છે.

Delta Corp -

કેસીનો ગેમિંગ કંપની ડેલ્ટા કૉર્પે જણાવ્યુ છે કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીના કંસોલિડેટેડ નફો વર્ષના આધાર પર 20.5 ટકાના વધારાની સાથે 84.82 કરોડ રૂપિયા રહ્યો છે. આ રીતે Q3FY23 માં કંપનીની આવક વર્ષના આધાર પર 10.6 ટકા વધીને 273.4 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Tata Metaliks -

ટાટા ગ્રુપની આ કંપનીએ જણાવ્યુ છે કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરાં કંપનીનો નફો વર્ષના આધાર પર 74 ટકાનો ઘટાડો થયો છે. આ સમયમાં કંપનીનો નફો 9.48 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીના નબળા ઑપરેટિંગ પ્રદર્શનની અસર નફા પર દેખાય છે. તેના સિવાય ઉત્પાદન અને વ્યાજ ખર્ચમાં વધારાથી પણ કંપનીનો નફો ઘટ્યો છે. જો કે આ સમયમાં કંપનીની આવક વર્ષના આધાર પર 14.5 ટકાના વધારાની સાથે 790.23 કરોડ રૂપિયા પર રહી છે.

RVNL/SIEMENS -

સિમેન્સ અને RVNLના કંસોર્શિયમને GMRC પાસેથી ઓર્ડર મળ્યો. સુરત મેટ્રો ફેઝ-1ના ઓર્ડર માટે સૌથી ઓછી બોલી લગાવી. અમદાવાદ મેટ્રો ફેઝ-2ના ઓર્ડર માટે સૌથી ઓછી લગાવી. સુરત માટે ₹673.8 કરોડ, અમદાવાદ માટે ₹384.3 કરોડની બોલી લગાવી. પાવર સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન તેમ જ ઈલેક્ટ્રિફિકેશન માટે ઓર્ડર મળ્યો. કંસોર્શિયમમાં સિમેન્સની 65% અને RVNLની 35% હિસ્સેદારી છે.

ITC -

સ્પ્રાઉટલાઇફ ફૂડ્સના પૂરો હિસ્સાનું અધિગ્રહણ કરશે ITC. 15 ફેબ્રુઆરી, 2023 સુધી 39.4% હિસ્સો ₹175 કરોડ માં ખરીદશે. 31 માર્ચ 2025 સુધીમાં વધારાના ₹80 કરોડ કંપનીમાં નાંખશે. આ રકમ પહેલાથી નક્કી થયેલા વેલ્યુએશનના આધાર નાંખશે. બાકીનો હિસ્સો નક્કી થયેલા માપદંડ આધારે અધિગ્રહણ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો