Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2023 પર 12:41 PM
Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજરStocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Reliance -

સોસ્યો હજૂરી બેવરેજીસમાં 50% હિસ્સો લેશે. રિલાયન્સ કન્ઝ્યુમપર પ્રોડ્ક્ટ્સ આ હિસ્સો ખરીદશે. સોસ્યોના પ્રમોટર હજૂરી પરિવાર પાસે બાકીનો હિસ્સો રહેશે. સોસ્યો હજૂરી સોફ્ટ ડ્રિંક્સ બનાવતી 100 વર્ષ જૂની ગુજરાતની બ્રાન્ડ છે. આ પહેલા RCP દ્વારા Sosyo બ્રાન્ડનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.

HDFC Q3 અપડેટ -

વર્ષ દર વર્ષના આધાર પર Assigned લોન 19.1%  વધીને ₹8,892  થઈ. વર્ષ દર વર્ષના આધાર પર ડિવિડન્ડથી ગ્રોસ આવક ₹195 Cr થી વધીને ₹482 Cr થઈ.

Avenue Supermarts -

વર્ષ દર વર્ષના આધાર પર આવક ₹9065.02 કરોડ થી વધીને ₹11304.58 કરોડ થઈ. 31 ડિસેમ્બર, 2022 સુધી કુલ સ્ટોર્સ 306 થયા.

Vedanta -

વર્ષ દર વર્ષના આધાર પર ર્કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન 2% વધીને 566 કિલો ટન છે. વર્ષ દર વર્ષના આધાર પર ખનીજ મેટલનું ઉત્પાદન 1% વધીને 254kt થયુ. વર્ષ દર વર્ષના આધાર પર પાવર સેલ્સ 5% વધીને 3616 M યુનીટ છે.

એર પેસેન્જર ટ્રાફિકમાં વધારો -

ડિસેમ્બર 2022માં એર પેસેન્જર ટ્રાફિત 12.9 મિલિયન પહોંચ્યો. કોરોના મહામારી બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચ્યો.

EQUITAS SFB -

ઈક્વિટાસ SFBમાં SBI MFને 9.99% હિસ્સો ખરીદવા મંજૂરી આપી. RBIએ હિસ્સો ખરીદવા માટે આપી મંજૂરી. DSP ઈન્વેસ્ટમેન્ટને મળેલી મંજૂરી બાદ બીજી મોટી મંજૂરી છે. મર્જર બાદ DSP ઈક્વિટાસ SFBમાં 6% હિસ્સો ધરાવશે.

Satin Creditcare Network -

6 જાન્યુઆરીએ બોર્ડ બેઠકમાં ફંડ એકત્ર કરવા વિચાર કરશે. NCDs કે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ફંડ એકત્ર કરશે. Bd 6 જાન્યુઆરીના રોજ ખાનગી પ્લેસમેન્ટના આધારે ફંડ ઉભુ કરાશે. NCD દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચારણાં છે.

RailTel -

સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ પાસેથી ઓર્ડર મળ્યો. 5 વર્ષ માટે ₹186.19 કરોડનો ઓર્ડર મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો