28 વર્ષનો ઈંતજાર ખતમ, મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતીને રચ્યો નવો ઈતિહાસ | Moneycontrol Gujarati
Get App

28 વર્ષનો ઈંતજાર ખતમ, મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતીને રચ્યો નવો ઈતિહાસ

ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સ 2026 માં 49 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને 28 વર્ષ જૂનો દુકાળ ખતમ કર્યો છે. જાણો આ ઐતિહાસિક મેચ અને રેકોર્ડની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 12:35:17 PM Sep 23, 2026 પર
Story continues below Advertisement
મીરાબાઈ ચાનૂની આ સફળતા એટલા માટે પણ અત્યંત ઐતિહાસિક છે કારણ કે, એશિયન ગેમ્સની વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ભારતને પૂરા 28 વર્ષ પછી કોઈ મેડલ મળ્યો છે.

Mirabai Chanu Silver Medal: ભારતની દિગ્ગજ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સ 2026માં પોતાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. મહિલાઓની 49 કિલોગ્રામ વજન શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા મીરાબાઈએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે જ તેમના ભવ્ય સ્પોર્ટ્સ કરિયરમાં એશિયન ગેમ્સના મેડલની જે કમી હતી, તે પણ હવે પૂરી થઈ ગઈ છે.

28 વર્ષ પછી વેઇટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ

મીરાબાઈ ચાનૂની આ સફળતા એટલા માટે પણ અત્યંત ઐતિહાસિક છે કારણ કે, એશિયન ગેમ્સની વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ભારતને પૂરા 28 વર્ષ પછી કોઈ મેડલ મળ્યો છે. આ અગાઉ છેક વર્ષ 1998 ની એશિયન ગેમ્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ 63 કિગ્રા કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આટલા લાંબા સમયથી ચાલી આવતા મેડલના દુકાળને ખતમ કરીને મીરાબાઈએ આખા દેશને ગૌરવ અપાવ્યું છે.

નોર્થ કોરિયાની ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ફાઇનલ મુકાબલો ખૂબ જ રસાકસીભર્યો અને કઠિન રહ્યો હતો. નોર્થ કોરિયાની સ્ટાર વેઇટલિફ્ટર રી સોંગ ગમએ શરૂઆતથી જ મેચ પર વર્ચસ્વ જમાવી રાખ્યું હતું.નોર્થ કોરિયાની ખેલાડીએ સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને કુલ વજન ઉપાડવા એમ ત્રણેય કેટેગરીમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેણે કુલ 215 કિગ્રા વજન ઉઠાવીને પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ જીત્યો.


ઈજામાંથી બહાર આવીને મીરાબાઈની શાનદાર વાપસી

નોંધનીય છે કે, અગાઉ 2023 ની એશિયન ગેમ્સમાં મીરાબાઈ ચાનૂને સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તે સમયે ફાઇનલમાં ક્લીન એન્ડ જર્કના પ્રયાસોમાં તેમને મુશ્કેલી પડી હતી અને તેઓ ચોથા ક્રમે રહ્યા હતા. પરંતુ, આ વખતે હિંમત હાર્યા વિના અને શાનદાર માનસિક મજબૂતીનું ઉદાહરણ પૂરું પાડીને મીરાબાઈએ કુલ 198 કિગ્રા વજન ઉઠાવ્યું અને બીજું સ્થાન હાંસલ કર્યું.

આ પણ વાંચો-Asian Games 2026 : સોફ્ટ ટેનિસમાં જય મીણાએ બ્રોન્ઝ જીતીને નવો ઇતિહાસ રચ્યો, ભારત પાસે અત્યાર સુધી કુલ 10 મેડલ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 23, 2026 12:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.