મ્યાનમારમાં આવેલા ભૂકંપના ત્રણ દિવસ પછી, કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ ગઈ છે. આનાથી બચાવ કામગીરી ચલાવી રહેલી ટીમ માટે મોટો પડકાર ઉભો થયો છે. ઉપરાંત, નજીકના લોકો રોગચાળાથી પ્રભાવિત થવાનું જોખમ વધી ગયું છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ કાટમાળ નીચે દટાયેલા લોકોને જીવતા શોધવાની આશા ઓછી થતી જાય છે. ભારતની ઘણી ટીમો પણ બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની સારવાર માટે મ્યાનમાર પહોંચી ગઈ છે.

