Get App

અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સમગ્ર મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર

મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટને મળેલા એક ધમકીભર્યા ઈમેલથી ખળભળાટ મચી ગયો છે. અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', BSE અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2026 પર 3:57 PM
અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સમગ્ર મુંબઈમાં હાઈ એલર્ટ જાહેરઅમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સમગ્ર મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર
આ ધમકીભર્યો ઈમેલ બોમ્બે હાઈકોર્ટને મોકલવામાં આવ્યો હતો, જેમાં શહેરના આ તમામ મહત્વપૂર્ણ સ્થળો પર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

માયાનગરી મુંબઈમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સમગ્ર સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે. બોમ્બે હાઈકોર્ટને મળેલા એક ધમકીભર્યા ઈમેલ દ્વારા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને વર્લી રેસકોર્સ સહિતના અતિ-સંવેદનશીલ તેમજ હાઈ-પ્રોફાઈલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે.

ધમકી મળતા જ મુંબઈ પોલીસ એક્શનમાં, હાઈ એલર્ટ જાહેર

આ ધમકીભર્યો ઈમેલ બોમ્બે હાઈકોર્ટને મોકલવામાં આવ્યો હતો, જેમાં શહેરના આ તમામ મહત્વપૂર્ણ સ્થળો પર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગંભીર ઈમેલ સામે આવતાની સાથે જ મુંબઈ પોલીસે તાત્કાલિક અસરથી સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા આદેશ આપ્યો છે. હાલમાં સાયબર સેલ અને પોલીસની ટીમો આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સનું લોકેશન અને IP એડ્રેસ ટ્રેસ કરવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

અમિતાભ બચ્ચનને ટૂંકા સમયમાં બીજી વખત નિશાન બનાવાયા

બધા સમાચાર

+ વધુુ વાંચો