Accident News: ભાવનગરથી મથુરા જતી બસને ટ્રેલરે પાછળથી મારી ટક્કર, 12 ગુજરાતીઓના મોત | Moneycontrol Gujarati
Get App

Accident News: ભાવનગરથી મથુરા જતી બસને ટ્રેલરે પાછળથી મારી ટક્કર, 12 ગુજરાતીઓના મોત

Accident News: આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા. આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસ ખરાબ થતા ઉભી રાખવામાં આવી હતી.

અપડેટેડ 12:00:53 PM Sep 13, 2023 પર
Story continues below Advertisement
Accident News: આ બસ ભાવનગરથી મથુરા જતી હતી.

Accident News: આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ બસ ભાવનગરથી મથુરા જતી હતી. આ બસ બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન જ ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી હતી. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.

હંત્રા ગામ પાસે થયો અકસ્માત

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ ગોઝારો અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હંત્રા ગામ પાસે થયો છે. ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


મથુરા દર્શન કરવા જઇ રહ્યા હતા મુસાફરો

મળતી માહિતી પ્રમાણે, આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા. આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી. જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી. આ દરમિાયન પૂરપાટ આવતા ટ્રેલરે બસને ધડાકાભેર અથાડી હતી. ટ્રેલરે બસને અથાડીને 20થી 25 ફૂટ જેટલી ઘસેડી હતી. જેમાં બસની પાછળ ઉભેલા લોકો અને બસની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોનાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા છે.

અનેક લોકોનો ચમત્કારિક બચાવ

આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો - Business Idea: જૂના સામાનનો આ બિઝનેસ કરો શરૂ, દર મહિને થશે બમ્પર કમાણી

તમામ મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યુ છે. મૃતકોના નામ નીચે પ્રમાણે છે.

અન્નુભાઈ ગ્યાની 55 વર્ષ

નંદરામભાઈ ગ્યાની 68 વર્ષ

લલ્લુભાઇ ગ્યાની

ભરતભાઇ ભીખાભાઇ

લાલજીભાઇ મનજીભાઇ

અંબાબેન ઝીણાભાઇ

કામ્વૂબેન પોપટભાઇ

રામૂ બેન ઉદાભાઇ

મધુબેન અરવિન્દ ભાઇ દાગી

અંજૂબેન થાપાભાઇ

મધૂબેન લાલજીભાઇ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 13, 2023 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.