Ahmedabad Road Accident: અમદાવાદમાં જેગુઆર કારે ટોળાને કચડયા, 9 લોકોના મોત, 15 લોકો ઘાયલ | Moneycontrol Gujarati
Get App

Ahmedabad Road Accident: અમદાવાદમાં જેગુઆર કારે ટોળાને કચડયા, 9 લોકોના મોત, 15 લોકો ઘાયલ

શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. એક અકસ્માતની ઘટના બની હતી તે પછી લોકોના ત્યાં ટોળા હતા અને બીજી તરફ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

અપડેટેડ 01:03:55 PM Jul 20, 2023 પર
Story continues below Advertisement
ઈસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત પર સુપર સ્પીડમાં આવી રહેલી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળે છે જેમાં પોલીસકર્મી સહિતના લોકોના મોત થઈ જાય છે.

શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. એક અકસ્માતની ઘટના બની હતી તે પછી લોકોના ત્યાં ટોળા હતા અને બીજી તરફ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સુપર સ્પીડમાં આવી રહેલી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળે છે જેમાં પોલીસકર્મી સહિતના લોકોના મોત થઈ જાય છે. એક બાઈકરના મોટરસાઈકલમાં લાગેલા કેમેરામાં આખી ઘટના કેદ થયેલી જોવા મળી રહી છે.

શરુઆતમાં SUV કારનો અકસ્માત સર્જાય છે, આ અકસ્માત બાદ લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉપસ્થિત હોય છે. પોલીસ પણ ઘટનાની તપાસ માટે પહોંચે છે ત્યારે સુપર સ્પીડમાં આવેલી જેગુઆર કાર અકસ્માત સ્થળ પર ટોળે વળેલા લોકો અને તપાસ કરી રહેલી પોલીસ પર ફરી વળે છે, ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનામાં 1 પોલીસ કર્મી, એક હોમગાર્ડ જવાન સહિત કુલ 9 લોકોના મોત થઈ ગયા છે. ઘટના બાદ લોકોએ જેગુઆર કારમાં સવાર તથ્ય પટેલને બહાર કાઢીને તેના પર ભયાવહ ઘટનાનું કારણ બનવા બદલ તેના પર ગુસ્સો પણ ઉતાર્યો હતો.

નીતા દેસાઈ, ટ્રાફિક ડીસીપીએ આ ઘટના અંગે જાણકારી આપીને જણાવ્યું છે કે, ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 10-11 જેટલા લોકો ઘાયલ છે. બનાવની તપાસ ચાલુ છે અને આ મામલે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. પંચનામું, એફએસએલની વિઝિટ પણ થઈ ગઈ છે. RTO અને FSLની જોઈન્ટ વિઝિટ પણ કરવામાં આવી રહી છે.


બાઈકરનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાય છે કે, સામેના રોડ પર અકસ્માતની ઘટના જોઈને મોટરસાઈકલ લઈને જઈ રહેલો યુવક થોડો ધીમો પડી જાય છે. એ જ દરમિયાન એક અન્ય કાર પણ ટોળે વળેલા લોકો તરફ આવે છે અને ભયાનક અકસ્માત સર્જાય છે. આ અકસ્માતમાં રોડ પર ઉભેલા લોકો એક જ ઝાટકામાં મોતને ભેટે છે. જેઓ ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સોલા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના એટલી ગંભીર છે કે લોકો જેગુઆરમાં સવાર તથ્ય પટેલ નામના શખ્સને બહાર કાઢીને તેને માર મારવામાં લાગે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 20, 2023 1:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.