શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ કયો દેશ છે? સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સના નવેમ્બરના આંકડા અનુસાર અમેરિકા, જાપાન, ભારત અને જર્મની જેવા મોટા દેશો આ મામલે વિશ્વના ટોપ 10 દેશોમાં સામેલ નથી. આ યાદીમાં એશિયાના પાંચ દેશો છે. આ યાદીમાં પ્રથમ ત્રણ સ્થાને ગલ્ફ દેશો છે. આ યાદીમાં સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE 441.89 Mbpsની સ્પીડ સાથે ટોચ પર છે. એ જ રીતે કતાર 358.27 Mbpsની મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ સાથે બીજા ક્રમે અને કુવૈત 263.59 Mbps સાથે ત્રીજા સ્થાને છે.
યુરોપિયન દેશ બલ્ગેરિયા 172.49 Mbps સાથે ચોથા સ્થાને છે. મોબાઈલમાં સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડના મામલે ડેનમાર્ક પાંચમા સ્થાને છે. આ દેશમાં મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ 162.22 Mbps છે. દક્ષિણ કોરિયા 148.34 Mbps સાથે છઠ્ઠા, નેધરલેન્ડ 146.56 Mbps સાથે સાતમા, નોર્વે (145.74 Mbps) આઠમા, ચીન (139.58 Mbps) નવમા અને લક્ઝમબર્ગ (134.14 Mbps) દસમા ક્રમે છે. તે પછી સિંગાપોર (127.75 Mbps), અમેરિકા (124.61 Mbps), બહેરીન (118.36 Mbps) અને ફિનલેન્ડ (114.45 Mbps) આવે છે. આ યાદીમાં જાપાન 51.95 Mbpsની સ્પીડ સાથે 59મા સ્થાને છે.
આ યાદીમાં ભારત 25માં નંબર પર છે. દેશમાં મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ 100.78 Mbps છે. પાકિસ્તાનમાં તેની સ્પીડ 20.89 Mbps છે અને તે આ યાદીમાં 97માં નંબર પર છે. બાંગ્લાદેશ 28.26 Mbpsની સ્પીડ સાથે 88માં નંબર પર છે. જોકે, ફિક્સ્ડ બ્રોડબેન્ડના મામલે ભારતની સ્થિતિ નેપાળ કરતા પણ ખરાબ છે. ભારતમાં તેની સ્પીડ 63.55 Mbps છે અને તે 91માં નંબર પર છે. નેપાળમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્પીડ 70.94 Mbps છે અને તે 87માં સ્થાને છે. આ યાદીમાં સિંગાપુર 324.46 Mbpsની સ્પીડ સાથે નંબર વન પર છે.