મિડલ ઈસ્ટના મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિની મોટી બેઠક, SCO સમિટમાં શું થઈ ચર્ચા? જાણો વિગત | Moneycontrol Gujarati
Get App

મિડલ ઈસ્ટના મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિની મોટી બેઠક, SCO સમિટમાં શું થઈ ચર્ચા? જાણો વિગત

મિડલ ઈસ્ટમાં ભારે તણાવ વચ્ચે બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે મહત્વની મુલાકાત કરી. જાણો આ ઐતિહાસિક બેઠકની વિગતો.

અપડેટેડ 05:59:45 PM Aug 31, 2026 પર
Story continues below Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, SCO સમિટની અલગથી થયેલી આ ખાસ બેઠકમાં બંને દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, વેપાર વધારવા અને ખાસ કરીને મિડલ ઈસ્ટની હાલની ગંભીર પરિસ્થિતિઓ પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.

Modi Meets Pezeshkian : મિડલ ઈસ્ટમાં હાલ ભયંકર યુદ્ધ અને તબાહીનો માહોલ છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયેલ છે, તો બીજી તરફ ઈરાન વચ્ચે સતત લશ્કરી તણાવ અને હુમલાઓ ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે વૈશ્વિક સ્તરે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બિશ્કેકમાં ચાલી રહેલા SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે એક અત્યંત મહત્વપૂર્ણ મુલાકાત કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના આકરા સૈન્ય સંઘર્ષની વચ્ચે વિશ્વના બે દિગ્ગજ નેતાઓની આ મુલાકાતને કૂટનીતિના દ્રષ્ટિકોણથી ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે.

બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ?

પ્રાપ્ત માહિતી અનુસાર, SCO સમિટની અલગથી થયેલી આ ખાસ બેઠકમાં બંને દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, વેપાર વધારવા અને ખાસ કરીને મિડલ ઈસ્ટની હાલની ગંભીર પરિસ્થિતિઓ પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.નોંધનીય છે કે, માર્ચ મહિનામાં જ્યારે હુમલાઓ શરૂ થયા હતા અને તણાવ વધ્યો હતો, ત્યારે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તે સમયે રાષ્ટ્રપતિ પેજેશકિયાને પીએમ મોદીને ઈરાનની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. પરંતુ મિડલ ઈસ્ટના આ સંકટ પછી બંને નેતાઓની આ પહેલી રૂબરૂ મુલાકાત છે, જેમાં શાંતિ અને સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિનો કડક સંદેશ


બિશ્કેક જવા રવાના થતા પહેલા જ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને આખી દુનિયાને એક સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ઈરાન ક્યારેય યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ જો કોઈ બહારનો દેશ અમારા પર હુમલો કરશે તો અમે પૂરી તાકાત અને મક્કમતાથી તેનો જડબાતોડ જવાબ આપીશું."

તેમણે SCO સમિટને વૈશ્વિક રાજનીતિ માટે ખાસ ગણાવીને કહ્યું કે, જ્યારે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દુનિયા પર પોતાનો દબદબો બનાવવા માંગે છે, ત્યારે SCO વૈશ્વિક મંચ પર વિવિધતા અને સ્વતંત્ર અવાજનું સૌથી મોટું ઉદાહરણ છે.

પીએમ મોદીની અન્ય મહત્વની બેઠકો અને કાર્યક્રમો

ઈરાનના રાષ્ટ્રપતિને મળતા પહેલા PM મોદીએ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનયાન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ મીટિંગમાં બંને દેશોએ સંરક્ષણ, અર્થતંત્ર, દવા ઉદ્યોગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરવા પર સહમતી દર્શાવી છે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ ખાસ મુલાકાત કરવાના છે, જેમાં ભારત-રશિયાની રણનીતિક ભાગીદારી પર આગળની ચર્ચા થશે. કિર્ગિઝસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવના ખાસ આમંત્રણને માન આપીને PM મોદી છઠ્ઠી 'વર્લ્ડ નોમેડ ગેમ્સ' ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.

મંગળવારે યોજાશે 26મું SCO શિખર સંમેલન

મંગળવારે 26મું SCO શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં તમામ સભ્ય દેશોના પ્રમુખો એક મંચ પર ભેગા થશે. આ મેગા ઈવેન્ટમાં આતંકવાદ, પ્રાદેશિક સુરક્ષા, વેપારી કોરિડોર અને આર્થિક સહયોગ જેવા મોટા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મંથન થશે. પીએમ મોદી આ સંમેલન સિવાય પણ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પોતાની દ્વિપક્ષીય વાટાઘાટો ચાલુ રાખશે.

આ પણ વાંચો-ભારતનો આર્થિક દબદબો, જૂન ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.8% નોંધાયો, દુનિયામાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 31, 2026 5:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.