પંજાબમાંથી ધરપકડ કરાયેલા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના મુખ્ય સહયોગી અવતાર સિંહ ખાંડાનું યુકેમાં અવસાન થયું છે. ટોચના ગુપ્તચર સૂત્રોએ CNN-News18 ને જણાવ્યું કે તેમનું મૃત્યુ બ્લડ કેન્સરથી થયું છે. સૂત્રોએ જણાવ્યું કે યુકે સ્થિત ખાલિસ્તાન લિબરેશન ફોર્સના વડાનું બુધવારે સવારે 12.45 વાગ્યે બર્મિંગહામ સિટી હોસ્પિટલમાં નિધન થયું હતું. ખાંડા લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. બ્લડ કેન્સર હોવાનું નિદાન થયા બાદ ખાંડાને લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.



