લાંબા સમયથી ફરાર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ આખરે પોલીસની પકડમાં આવી ગયો છે. 18 માર્ચથી ફરાર અમૃતપાલ સિંહે પોલીસને સરેન્ડર કર્યું છે. જો કે, અત્યારે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી કે અમૃતપાલ સિંહે સરેન્ડર કર્યું કે પછી પોલીસે તેની જાતે જ ધરપકડ કરી.
અગાઉ અમૃતપાલનો સાથી પકડાયો હતો
અમૃતપાલ પર NSA લાદવામાં આવશે
પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ પર નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવવાની તૈયારી કરી રહી છે. પંજાબના મોગામાંથી તેની ધરપકડ કર્યા બાદ તેને આસામના ડિબ્રુગઢ મોકલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના સંયુક્ત ઓપરેશન હેઠળ અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
અમૃતપાલ સિંહ ખાલિસ્તાન સમર્થક છે અને વારિસ પંજાબ દે નામના સંગઠનના વડા પણ છે. અમૃતપાલ સિંહ અગાઉ દુબઈમાં કામ કરતો હતો. તેમનો જન્મ અમૃતસરના જલ્લુપુર ખેડા ગામમાં થયો હતો. અમૃતપાલ સિંહ વર્ષ 2022માં ભારત પરત ફર્યા અને ત્યાર બાદ તેણે ફરી એકવાર ખાલિસ્તાન ચળવળને નવી હવા આપવાનો પ્રયાસ કર્યો. અમૃતપાલ સિંહ વિરુદ્ધ અત્યાર સુધીમાં ચાર કેસ નોંધાયા છે. અમૃતપાલ સિંહ પર દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ નફરતભર્યા ભાષણ આપવાનો પણ આરોપ છે.