Get App

વિશ્વભરમાં એપલની સર્વિસ ઠપ થતાં કરોડો iPhone યુઝર્સ મુશ્કેલીમાં, iCloud અને App Store સહિતની સેવાઓ ખોરવાઈ, એક જ અઠવાડિયામાં ચોથો મોટો આઉટેજ

બુધવારે રાત્રે ભારત સહિત વિશ્વભરમાં Appleની iCloud, App Store અને Apple Pay જેવી સેવાઓ અચાનક ઠપ થઈ જતાં કરોડો iPhone અને MacBook યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા હતા.

MoneyControl Newsઅપડેટેડ Nov 18, 2026 પર 10:45 AM
વિશ્વભરમાં એપલની સર્વિસ ઠપ થતાં કરોડો iPhone યુઝર્સ મુશ્કેલીમાં, iCloud અને App Store સહિતની સેવાઓ ખોરવાઈ, એક જ અઠવાડિયામાં ચોથો મોટો આઉટેજવિશ્વભરમાં એપલની સર્વિસ ઠપ થતાં કરોડો iPhone યુઝર્સ મુશ્કેલીમાં, iCloud અને App Store સહિતની સેવાઓ ખોરવાઈ, એક જ અઠવાડિયામાં ચોથો મોટો આઉટેજ
આઉટેજ ટ્રેક કરતી જાણીતી વેબસાઈટ 'ડાઉનડિટેક્ટર' પર યુઝર્સ દ્વારા હજારોની સંખ્યામાં ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

Apple Outage Worldwide: આજના આધુનિક ડિજિટલ યુગમાં જ્યાં માણસનું અડધું જીવન સ્માર્ટફોન અને ગેજેટ્સ પર નિર્ભર થઈ ગયું છે, ત્યાં દુનિયાની સૌથી દિગ્ગજ ટેક બ્રાન્ડ ગણાતી 'એપલ' ની મુખ્ય સેવાઓમાં અચાનક મોટો બ્રેકડાઉન જોવા મળ્યો છે. બુધવારની રાત વિશ્વભરના કરોડો એપલ યુઝર્સ માટે ભારે હાલાકીભરી સાબિત થઈ હતી. આઈફોન, મેકબુક અને અન્ય એપલ ડિવાઈસ વાપરતા લાખો લોકો અચાનક જ કંપનીની મહત્વની સર્વિસનો ઉપયોગ કરી શક્યા નહોતા.

મળતી માહિતી મુજબ, એપલની આંતરરાષ્ટ્રીય સ્તરની લોકપ્રિય સેવાઓ જેવી કે iCloud, App Store, Apple Pay, Apple Music અને સપોર્ટ સર્વિસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ અને નારાજગી વ્યક્ત કરી હતી.

એપલની કઈ-કઈ સેવાઓ પર પડી માઠી અસર?

આઉટેજ ટ્રેક કરતી જાણીતી વેબસાઈટ 'ડાઉનડિટેક્ટર' પર યુઝર્સ દ્વારા હજારોની સંખ્યામાં ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો