Get App

અમીરોની રેસમાં ગૌતમ અદાણીથી પણ પાછળ રહી જશે જેન્સન હુઆંગ? માત્ર $2 અબજનું રહ્યું અંતર; Nvidiaના સંકટથી અંબાણી-અદાણીને મોટો ફાયદો

Gautam Adani vs Jensen Huang: 63 વર્ષની ઉંમરે પ્રેમપ્રકરણમાં ફસાયેલા Nvidia ના પૂર્વ CEO જેન્સન હુઆંગની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. હવે ગૌતમ અદાણી અને હુઆંગ વચ્ચે માત્ર 2 અબજ ડોલરનું અંતર બાકી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2026 પર 2:36 PM
અમીરોની રેસમાં ગૌતમ અદાણીથી પણ પાછળ રહી જશે જેન્સન હુઆંગ? માત્ર $2 અબજનું રહ્યું અંતર; Nvidiaના સંકટથી અંબાણી-અદાણીને મોટો ફાયદોઅમીરોની રેસમાં ગૌતમ અદાણીથી પણ પાછળ રહી જશે જેન્સન હુઆંગ? માત્ર $2 અબજનું રહ્યું અંતર; Nvidiaના સંકટથી અંબાણી-અદાણીને મોટો ફાયદો
અમીરોની યાદીમાં 16મા ક્રમે હુઆંગ અને 17મા ક્રમે ગૌતમ અદાણી

Gautam Adani vs Jensen Huang: 63 વર્ષની ઉંમરે પ્રેમપ્રકરણમાં ફસાવાને કારણે ટેક જગતના દિગ્ગજ જેન્સન હુઆંગ એ ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો છે. પોતાની જ બનાવેલી કંપની એનવીડિયા (Nvidia) ના CEO પદની ખુરશી છીનવાઈ ગઈ, દબદબો ઘટ્યો, સંપત્તિમાં મોટું ગાબડું પડ્યું અને હવે અમીરોની યાદીમાં ભારતના ગૌતમ અદાણી કરતા પણ પાછળ રહી જવાનું જોખમ ઊભું થયું છે.

અત્યારે જેન્સન હુઆંગ અને ગૌતમ અદાણીની નેટવર્થ (સંપત્તિ) વચ્ચે માત્ર 2 અબજ ડોલરનું જ અંતર બાકી રહ્યું છે. જે ઝડપે હુઆંગની સંપત્તિ ઘટી રહી છે તે જોતાં આગામી એક-બે દિવસમાં જ અદાણી તેમનાથી આગળ નીકળી જશે તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં, Nvidia ના આ સંકટ અને ચીન પર અમેરિકાની કડકાઈનો સીધો ફાયદો ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને મળી શકે છે.

અમીરોની યાદીમાં 16મા ક્રમે હુઆંગ અને 17મા ક્રમે ગૌતમ અદાણી

'બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ' (Bloomberg Billionaires Index) ના તાજેતરના આંકડા મુજબ બંને દિગ્ગજોની સંપત્તિની સ્થિતિ નીચે મુજબ છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો