Get App

વિદેશ ફરવા જતા ભારતીયોને મોટો ઝટકો! 1 જાન્યુઆરી 2027થી મલેશિયામાં ‘વિઝા-ફ્રી એન્ટ્રી' થશે બંધ, જાણો શું છે નવા નિયમો

Malaysia Visa Free Entry Ends: મલેશિયા ફરવા જવાનો પ્લાન કરતા ભારતીયો માટે મોટા સમાચાર. 1 જાન્યુઆરી 2027 થી મલેશિયાએ વિઝા-ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જાણો MyVISA ના નવા નિયમો.

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2026 પર 4:56 PM
વિદેશ ફરવા જતા ભારતીયોને મોટો ઝટકો! 1 જાન્યુઆરી 2027થી મલેશિયામાં ‘વિઝા-ફ્રી એન્ટ્રી' થશે બંધ, જાણો શું છે નવા નિયમોવિદેશ ફરવા જતા ભારતીયોને મોટો ઝટકો! 1 જાન્યુઆરી 2027થી મલેશિયામાં ‘વિઝા-ફ્રી એન્ટ્રી' થશે બંધ, જાણો શું છે નવા નિયમો
કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલા નિયમોના દુરુપયોગનું પરિણામ હવે સાચા ભારતીય પ્રવાસીઓએ ભોગવવું પડશે.

Malaysia Visa Free Entry Ends: વિદેશ ફરવા જવાના શોખીન ભારતીય પ્રવાસીઓ માટે એક ખૂબ જ મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મલેશિયા સરકારે ભારતીય પાસપોર્ટ ધારકો માટે આપવામાં આવતી 'વિઝા-ફ્રી એન્ટ્રી' (વિઝા વગર પ્રવેશ) ની સુવિધા બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2027 થી આ નવો નિયમ લાગુ થઈ જશે. એટલે કે, હવે મલેશિયા ભારતીયો માટે વિઝા-ફ્રી ડેસ્ટિનેશન નહીં રહે અને ત્યાં જવા માટે અગાઉથી માન્ય વિઝા લેવા ફરજિયાત બનશે.

મલેશિયાના ઈમિગ્રેશન વિભાગ દ્વારા 17 નવેમ્બરના રોજ એક સત્તાવાર નોટિસ બહાર પાડીને આ જાહેરાત કરવામાં આવી છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોને મળતી હાલની વિઝા મુક્તિ વર્ષ 2026 ના અંત સાથે જ સમાપ્ત થઈ જશે.

1 ડિસેમ્બર 2026 થી ‘MyVISA' પોર્ટલ પર અરજી કરી શકાશે

નવા નિયમો મુજબ, જે ભારતીય પ્રવાસીઓ 1 જાન્યુઆરી 2027 કે ત્યારબાદ મલેશિયા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તેમણે મુસાફરી પહેલાં વિઝા મેળવવા પડશે. પ્રવાસીઓની સુવિધા માટે નવો નિયમ લાગુ થવાના 1 મહિના પહેલાં જ એટલે કે 1 ડિસેમ્બર 2026 થી વિઝા અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ભારતીય નાગરિકો મલેશિયન સરકારના ઓનલાઈન પોર્ટલ 'MyVISA' દ્વારા પોતાની વિઝા અરજી સબમિટ કરી શકશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો