Get App

અમેરિકાની દિગ્ગજ બેંક જેપી મોર્ગન પર મોટો સાયબર એટેક! 84 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા 16,000 શ્રીમંત ગ્રાહકોનો ડેટા લીક

JPMorgan Cyberattack: અમેરિકાની સૌથી મોટી બેંક જેપી મોર્ગન ચેઝ પર સાયબર હુમલો થયો છે, જેમાં 16,000 અમીર ગ્રાહકોનો ડેટા લીક થયો છે. 'નોન-પ્રોફિટ' નામના રેન્સમવેર ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2026 પર 3:02 PM
અમેરિકાની દિગ્ગજ બેંક જેપી મોર્ગન પર મોટો સાયબર એટેક! 84 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા 16,000 શ્રીમંત ગ્રાહકોનો ડેટા લીકઅમેરિકાની દિગ્ગજ બેંક જેપી મોર્ગન પર મોટો સાયબર એટેક! 84 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા 16,000 શ્રીમંત ગ્રાહકોનો ડેટા લીક
વૈશ્વિક સ્તરે સતત વધી રહ્યા છે સાયબર હુમલા અને આઉટેજ

JPMorgan Cyberattack: વિશ્વની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાં ગણાતી અમેરિકન બેંક 'જેપી મોર્ગન ચેઝ' (JPMorgan Chase) પર એક મોટો સાયબર હુમલો થયો હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બેંક માટે કામ કરતા થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સ પર થયેલા આ સાયબર એટેકમાં અંદાજે 16,000 જેટલા અત્યંત શ્રીમંત ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા લીક થઈ ગયો છે.

ખુદ જેપી મોર્ગન બેંકે આ ઘટનાની પુષ્ટિ કરતા ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ગ્રાહકોને જાણ કરી છે. બેંકે પોતાની આંતરિક તપાસમાં સ્વીકાર્યું છે કે હેકર્સે થર્ડ-પાર્ટી વેન્ડર્સ પાસે રહેલા કેટલાક માર્કેટિંગ ડેટા સુધી પહોંચ મેળવી લીધી હતી, જેના કારણે ઘણા ગ્રાહકોની વ્યક્તિગત માહિતી ખુલ્લી પડી ગઈ હોવાની શક્યતા છે.

‘નોન-પ્રોફિટ' રેન્સમવેર ગ્રુપે લીધી જવાબદારી: 84 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ગ્રાહકો નિશાના પર!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મોટા ડેટા લીક પાછળ એક કુખ્યાત હેકિંગ ગ્રુપનો હાથ છે, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો