વારાણસી: યુપીના વારાણસીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. વારાણસીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર 3 દિવસ માટે પ્રોટોકોલ દર્શન વ્યવસ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2025 સુધી તમામ પ્રોટોકોલ દર્શન પર પ્રતિબંધ રહેશે.

