Water Crisis: ઉનાળાની શરૂઆત સાથે જ દક્ષિણ ભારત જળસંકટનો સામનો કરી રહ્યું છે. આ વિસ્તારમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતાના માત્ર 17 ટકા જ જળાશયો બાકી છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના બુલેટિનમાંથી આ માહિતી મળી છે. દક્ષિણ પ્રદેશમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યોનો સમાવેશ થાય છે. CWC દ્વારા ભારતના વિવિધ પ્રદેશોમાં જળાશયોના સંગ્રહ સ્તર અંગે જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, દક્ષિણ પ્રદેશમાં પંચની દેખરેખ હેઠળ 42 જળાશયો છે જેની કુલ સંગ્રહ ક્ષમતા 53.334 BCM (બિલિયન ક્યુબિક મીટર) છે.



