H-1B Visa News: અમેરિકામાં નોકરી ગઈ તો તરત દેશ છોડવો પડશે, 60 દિવસનો ગ્રેસ પિરિયડ નાબૂદ કરવાની તૈયારી, ભારતીયોનું ટેન્શન વધ્યું | Moneycontrol Gujarati
Get App

H-1B Visa News: અમેરિકામાં નોકરી ગઈ તો તરત દેશ છોડવો પડશે, 60 દિવસનો ગ્રેસ પિરિયડ નાબૂદ કરવાની તૈયારી, ભારતીયોનું ટેન્શન વધ્યું

અમેરિકામાં H-1B વિઝા ધારકો માટે માઠા સમાચાર! નોકરી ગુમાવ્યા બાદ મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ નાબૂદ કરવા સરકારની વિચારણા. જાણો આ નવા નિયમથી ભારતીયો પર શું અસર થશે.

અપડેટેડ 11:33:03 AM Aug 09, 2026 પર
Story continues below Advertisement
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં નોકરી ગુમાવ્યા બાદ મળતા 60 દિવસના ગ્રેસ પિરિયડને ખતમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

H-1B Visa News: છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના ટેક સેક્ટરમાં મોટા પાયે છટણી થઈ રહી છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે જો નોકરી જાય, તો પણ વિદેશી નાગરિકોને નવી નોકરી શોધવા માટે થોડો સમય મળતો હતો. પરંતુ હવે અમેરિકન સરકાર એક એવા કડક પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જે જો લાગુ થશે તો નોકરી જતાં જ તરત નવી નોકરી શોધવી પડશે અથવા તો અમેરિકા છોડીને પોતાના દેશ પરત ફરવું પડશે.

60 દિવસનો ગ્રેસ પિરિયડ ખતમ કરવાની તૈયારી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં નોકરી ગુમાવ્યા બાદ મળતા 60 દિવસના ગ્રેસ પિરિયડને ખતમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં વ્હાઇટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ તેના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

જોકે, હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી કે પ્રસ્તાવની સંપૂર્ણ વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ જો આ નિયમ પાસ થઈ જશે, તો વિદેશી કર્મચારીઓ પાસે નવી નોકરી શોધવા અથવા પોતાનું ઇમિગ્રેશન સ્ટેટસ જાળવી રાખવા માટે બિલકુલ સમય નહીં રહે.

શું છે આ 60 દિવસનો ગ્રેસ પિરિયડનો નિયમ?


અમેરિકામાં વર્ષ 2017 માં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેથી અચાનક નોકરી ગુમાવનાર વિદેશી કર્મચારીઓને થોડી રાહત મળી શકે. વર્તમાન નિયમો મુજબ,,,જો કોઈ કર્મચારીની નોકરી જાય, તો તેને અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટે સતત 60 દિવસ અથવા તેના વિઝાની વેલિડિટી (જે વહેલું પૂરું થતું હોય તે) સુધીનો સમય મળે છે. આ સમયગાળા દરમિયાન તેઓ નવી નોકરી શોધી શકે છે અને નવા એમ્પ્લોયર સાથે જોડાઈ શકે છે.તેઓ પોતાનું વિઝા સ્ટેટસ બદલવાના વિકલ્પો પણ શોધી શકે છે. આ નિયમનો મોટો ફાયદો અમેરિકન કંપનીઓને પણ થાય છે, કારણ કે તેઓ અમેરિકામાં પહેલેથી હાજર હોય તેવા વિદેશી ટેલેન્ટને સરળતાથી નોકરી પર રાખી શકે છે.

આ નિયમ બદલાવાથી ભારતીયો પર કેમ પડશે સૌથી મોટી અસર?

હાલમાં ગ્રેસ પિરિયડ હટાવવાની વાત માત્ર એક પ્રસ્તાવના તબક્કે છે, પરંતુ જો તે કાયદો બનશે તો તેની સૌથી ભયંકર અસર ભારતીય પ્રોફેશનલ્સ પર પડશે.

તેનું મુખ્ય કારણ એ છે કે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતા લોકોમાં સૌથી મોટો હિસ્સો ભારતીયોનો જ છે. H-1B વિઝાની મંજૂરીના તાજેતરના (વર્ષ 2025-2026 ના) ડેટા મુજબ, જેટલી પણ અરજીઓ મંજૂર થઈ છે, તેમાંથી લગભગ 71 ટકા અરજીઓ ભારતમાં જન્મેલા લોકોની હતી.

આજે અમેરિકામાં 52 લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે. ખાસ કરીને ટેક્નોલોજી જેવા સેક્ટરમાં નોકરી બદલવાનું અને છટણીનું પ્રમાણ સતત રહેતું હોય છે. આવા કપરા સમયે જો નોકરી જવાની સાથે જ 60 દિવસની મોહલત પણ છીનવાઈ જશે, તો અમેરિકામાં પોતાના ભવિષ્યના સપના જોતા હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાઈ જશે.

આ પણ વાંચો-NEET UG 2026 Paper Leak: પરીક્ષાના 3 દિવસ પહેલા જ લીક થઈ ગયું હતું પેપર, CBIની ચાર્જશીટમાં થયા ચોંકાવનારા ખુલાસા

MoneyControl News

MoneyControl News

First Published: Aug 09, 2026 11:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.