Chandrayaan 3 Landing: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી પર પહોંચતાં બુધવારે ભારતે ઇતિહાસ રચ્યો હતો. આ સાથે, ભારત ચંદ્રની સપાટી પર પગ મૂકનાર વિશ્વનો ચોથો અને આપણી પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં ખુશીની લહેર છે.

