બાળપણનો શોખ બન્યો 74 કરોડનો બિઝનેસ: 20 વર્ષની ઉંમરે કોલેજ છોડી, પોકેમોન કાર્ડ વેચીને યુવાને કરી કરોડોની કમાણી | Moneycontrol Gujarati
Get App

બાળપણનો શોખ બન્યો 74 કરોડનો બિઝનેસ: 20 વર્ષની ઉંમરે કોલેજ છોડી, પોકેમોન કાર્ડ વેચીને યુવાને કરી કરોડોની કમાણી

Andres Fernandez MintlyCollects: અમેરિકાના આન્દ્રેસ ફર્નાન્ડીઝે 20 વર્ષની ઉંમરે કોલેજ છોડી પોકેમોન કાર્ડ વેચવાનો બિઝનેસ શરૂ કર્યો. 2025માં તેમની કંપનીએ 74 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જાણો આ યુવાનની સફળતાની પ્રેરણાદાયક કહાની.

અપડેટેડ 11:09:00 AM Aug 31, 2026 પર
Story continues below Advertisement
આજે ફર્નાન્ડીઝ ‘MintlyCollects' નામની કંપનીના ફાઉન્ડર અને CEO છે. તેમની કંપની Whatnot નામના લાઈવ-સેલિંગ પ્લેટફોર્મ પર પોકેમોન કાર્ડ્સ વેચે છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વર્ષ 2025માં તેમની કંપનીએ લગભગ 7.8 મિલિયન ડોલર એટલે કે આશરે 74.4 કરોડ રૂપિયાનો જંગી બિઝનેસ કર્યો છે.

Pokemon card business: શું બાળપણનો કોઈ સામાન્ય શોખ તમને કરોડો રૂપિયા કમાવી આપી શકે? આ સવાલનો જવાબ 'હા' છે. અમેરિકાના મિયામી શહેરમાં રહેતા આન્દ્રેસ ફર્નાન્ડીઝ ની કહાની આ વાતનું જીવંત ઉદાહરણ છે. તેમણે પોતાના પોકેમોન કાર્ડ્સ (Pokémon cards) ભેગા કરવાના શોખને જ પોતાનો ફૂલ-ટાઇમ બિઝનેસ બનાવી દીધો.

આજે ફર્નાન્ડીઝ ‘MintlyCollects' નામની કંપનીના ફાઉન્ડર અને CEO છે. તેમની કંપની Whatnot નામના લાઈવ-સેલિંગ પ્લેટફોર્મ પર પોકેમોન કાર્ડ્સ વેચે છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વર્ષ 2025માં તેમની કંપનીએ લગભગ 7.8 મિલિયન ડોલર એટલે કે આશરે 74.4 કરોડ રૂપિયાનો જંગી બિઝનેસ કર્યો છે.

માત્ર 5 ડોલરના પેકેટે બદલી નાખી જિંદગી

ફર્નાન્ડીઝને 10 વર્ષની ઉંમરથી જ પોકેમોન વિડીયો ગેમ રમવાનો શોખ હતો. પરંતુ તેમના બિઝનેસની શરૂઆત એક નાનકડી ઘટનાથી થઈ. તેમણે પોતાના નાના પિતરાઈ ભાઈના જન્મદિવસે માત્ર 5 ડોલરનું એક પોકેમોન કાર્ડનું પેકેટ ખરીદ્યું હતું. જ્યારે તેમના ભાઈએ પેકેટ ખોલ્યું, તો તેમાંથી 100 ડોલરની કિંમતનું રેર કાર્ડ નીકળ્યું! આ ઘટનાએ ફર્નાન્ડીઝને ચોંકાવી દીધા અને અહીંથી જ તેમને કાર્ડ કલેક્ટ કરવામાં ઊંડો રસ જાગ્યો.

10 ડોલરની નોકરીથી લઈને ઇન્સ્ટાગ્રામ લાઇવ સુધીની સફર


શરૂઆતના દિવસોમાં ફર્નાન્ડીઝ એક બારમાં માત્ર 10 ડોલર પ્રતિ કલાકના પગારથી નોકરી કરતા હતા. જ્યારે તેમનો કાર્ડ્સ ખરીદવાનો ખર્ચ વધવા લાગ્યો, ત્યારે તેમણે ઇન્સ્ટાગ્રામ પર આના વિશે કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમના 30 હજાર ફોલોઅર્સ થઈ ગયા. તેમણે Instagram Live પર કાર્ડ્સ વેચવાનું શરૂ કર્યું અને 2020 ના અંતમાં તેઓ Whatnot પ્લેટફોર્મ સાથે જોડાયા, જ્યાંથી તેમના બિઝનેસને રોકેટ જેવી સ્પીડ મળી.

કોલેજ છોડવાનો મોટો નિર્ણય

તેમની માતા ઇચ્છતી હતી કે તેઓ બિઝનેસનો અભ્યાસ કરે, તેથી તેમણે કોલેજમાં એડમિશન લીધું. પરંતુ માત્ર એક જ સેમેસ્ટર પછી તેમને લાગ્યું કે ડિગ્રી તેમના માટે નથી. 20 વર્ષની નાની ઉંમરે તેમણે કોલેજ છોડી દીધી. શરૂઆતમાં તેઓ લાઇવ સ્ટ્રીમિંગથી લઈને ઓર્ડર પેક કરવા અને શિપિંગ કરવા સુધીનું બધું જ કામ એકલા હાથે કરતા હતા. નવાઈની વાત એ છે કે, પહેલા 2.5 વર્ષ સુધી તેમણે પોતાના માટે એક રૂપિયો પણ સેલરી તરીકે નહોતો લીધો.

1.5 લાખ ડોલરનું મોટું રિસ્ક અને ટીમ વર્ક

બિઝનેસ વધતો જોઈને ફર્નાન્ડીઝે એક મોટું રિસ્ક લીધું અને પ્રોડક્ટ્સમાં 1.5 લાખ ડોલરનું રોકાણ કર્યું. આ સમયે તેમને સમજાયું કે હવે એકલા હાથે બિઝનેસ સંભાળવો શક્ય નથી. તેમણે પોતાના પરિવાર અને મિત્રોને કંપની સાથે જોડ્યા.

આજે આ કંપનીમાં શું સ્થિતિ છે, તેના પર એક નજર કરીએ કંપનીમાં હાલ 10 જેટલા સ્ટ્રીમર કામ કરે છે, જેમાં તેમની ગર્લફ્રેન્ડ, ભાઈ અને બાળપણના મિત્રો સામેલ છે. Whatnot પર તેમના બે એકાઉન્ટ્સ છે, જેના કુલ 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. એક એકાઉન્ટ પર રોજનું 20 કલાક અને બીજા પર 15 કલાક લાઇવ સ્ટ્રીમિંગ થાય છે. વર્ષ 2024 માં કંપનીનું વેચાણ 3.7 મિલિયન ડોલર હતું, જે 2025 માં બમણાથી વધુ થઈને 7.8 મિલિયન ડોલર લગભગ 74 કરોડ પર પહોંચી ગયું છે. ફર્નાન્ડીઝનો અંદાજ છે કે 2026 માં આ આંકડો 10 થી 11 મિલિયન ડોલરને પાર કરી જશે.

ડિગ્રી કરતાં અનુભવ વધુ મહત્ત્વનો

આન્દ્રેસ ફર્નાન્ડીઝ માને છે કે બિઝનેસ ચોપડીઓમાંથી નહીં, પણ પ્રેક્ટિકલ અનુભવથી શીખી શકાય છે. તેમનું કહેવું છે કે યુવાનોએ માત્ર કમ્ફર્ટ ઝોનમાં રહેવાને બદલે રિસ્ક લેતા અને ઇન્ટર્નશિપથી શીખતા રહેવું જોઈએ. બાળપણના શોખને કરોડોના બિઝનેસમાં ફેરવી દેનાર આ યુવાનની કહાની ખરેખર આજની પેઢી માટે એક મોટી પ્રેરણા છે.

આ પણ વાંચો- ‘હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે': કેનેડામાં RSS ચીફ મોહન ભાગવતના નિવેદનથી ભારે ચર્ચા, જાણો શું કહ્યું

MoneyControl News

MoneyControl News

First Published: Aug 31, 2026 11:09 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.