Get App

મુંબઈમાં મેઘમહેર બની આશીર્વાદ, ભારે વરસાદથી જળાશયો છલકાયા, જળસંકટ ટળતા મુંબઈકરોને મળી મોટી રાહત

મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરને પાણી પૂરું પાડતા 7 જળાશયોમાં પાણીનું સ્તર 48.59% પર પહોંચી ગયું છે. જળસંકટ દૂર થતા BMC અને લોકોને મોટી રાહત મળી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 09, 2026 પર 3:14 PM
મુંબઈમાં મેઘમહેર બની આશીર્વાદ, ભારે વરસાદથી જળાશયો છલકાયા, જળસંકટ ટળતા મુંબઈકરોને મળી મોટી રાહતમુંબઈમાં મેઘમહેર બની આશીર્વાદ, ભારે વરસાદથી જળાશયો છલકાયા, જળસંકટ ટળતા મુંબઈકરોને મળી મોટી રાહત
માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં થયેલા મેઘખાંગાને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા તમામ 7 જળાશયોમાં નવા નીર આવ્યા છે.

હારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈકરો માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા જ્યાં શહેરમાં પીવાના પાણીની ભારે અછત હતી, ત્યાં હવે વરસાદને કારણે શહેરના જળાશયોમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે.

જળાશયોમાં પાણીનું સ્તર કેટલું વધ્યું?

માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં થયેલા મેઘખાંગાને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા તમામ 7 જળાશયોમાં નવા નીર આવ્યા છે.બુધવાર, 8 જુલાઈ 2026 સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવાર, 9 જુલાઈ 2026 સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદને કારણે આ 7 જળાશયોમાં કુલ જળસંગ્રહ 48.59 ટકા સુધી પહોંચી ગયો છે. માત્ર છેલ્લા 24 કલાકમાં જ જળાશયોના જળસ્તરમાં 7.23 ટકાનો જંગી વધારો નોંધાયો છે. જો આવનારા દિવસોમાં પણ આ જ રીતે વરસાદ ચાલુ રહેશે, તો પાણીનું સ્તર હજુ પણ વધવાની પૂરી શક્યતા છે.

તુલસી અને વિહાર તળાવ છલકાયા

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા 7 તળાવોમાંથી એક 'તુલસી તળાવ' મંગળવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થઈ ગયું છે. આની સાથે જ તેની નજીક આવેલું 'વિહાર તળાવ' પણ પાણીથી લબાલબ ભરાઈ ગયું છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે, થોડા દિવસો પહેલા જ મુંબઈના આ જળાશયો સાવ તળિયા ઝાટક થઈ ગયા હતા. પાણીની ગંભીર કટોકટીને જોતા BMC દ્વારા પાણી કાપ અને કેટલાક કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે.

ગુરુવારે વરસાદથી થોડી રાહત, પણ IMD નું એલર્ટ ચાલુ

બધા સમાચાર

+ વધુુ વાંચો