ગુજરાતમાંથી ચોમાસાની વિદાય વચ્ચે અંબાલાલ કાકીની અતિભારેની આગાહી, શું ભારત-પાક મેચ અને નવરાત્રી પર છે ખતરો? જાણો ડિટેલ
Ambalal Patel Monsoon Prediction: 7થી 9 ઓક્ટોબરે મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સની આગાહી કરાઈ છે. એેક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા સાથે વરસાદની શક્યતા રહેશે.
Gujarat Weather Forecast: અંબાલાલે આગાહી કરી છે કે આ વખતે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે.
Gujarat Weather Forecast: અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે હવામાનની આગાહીમાં વરસાદ સાથે વાવાઝોડાનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તાપી, સુરત, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં, 7 ઓક્ટોબર પછી વાવાઝોડાની ધારણા છે, જે 12 અને 15 ઓક્ટોબરની વચ્ચે થવાની સંભાવના છે. નોંધનીય છે કે 15 ઓક્ટોબરે નવરાત્રિની શરૂઆત થાય છે.
અંબાલાલે આગાહી કરી છે કે આ વખતે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે.
તહેવારો દરમિયાન સંભવિત વરસાદની ચિંતાઓ સાથે રમતવીરોએ ઇવેન્ટ માટે તૈયારી કરી હોવાથી નવરાત્રિને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાનની આગાહી જણાવે છે કે નવરાત્રિની શરૂઆતની રાત્રે રાજ્યના વિવિધ પ્રદેશોમાં વરસાદની અપેક્ષા છે. 7મી ઓક્ટોબર પછી, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં વરસાદી સિસ્ટમ વિકસિત થશે. પરિણામે, 7મી ઓક્ટોબરથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદના તૂટક તૂટક એપિસોડ રહેશે.
5-6-7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળો આવશે. જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જનધનમાં રોગ આવવાની શક્યતા છે. 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે. સીઝનની પહેલી હિમવર્ષા 7-9 ઓક્ટોબરમાં થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલ થઇ શકે છે.
અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે.
તો હવામાન વિભાગની આગાહી એવી છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 14 અને 15 ઓકટોબરના વરસાદની કોઈ શક્યતા નથી. હાલ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. સાથે જ ઓકટોબરમાં તાપમાન સામાન્ય રહેશે.
ઓક્ટોબરમાં આકરો તાપ પડવાની આગાહી
રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થઈ ગયી છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે.આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે.જો કે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે.આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે.