BRICS Summit 2026: 'ટેક્નોલોજી અને ખનિજોને હથિયાર ન બનાવો', સમિટમાં પીએમ મોદીએ દુનિયાને આપ્યો કડક સંદેશ
BRICS Summit 2026માં પીએમ મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી કે ટેક્નોલોજી અને ખનિજોનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ. જાણો ગ્લોબલ સાઉથ અને સપ્લાય ચેન અંગે શું લેવાયા મોટા નિર્ણયો.
પીએમ મોદીએ દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અને જિયોપોલિટિકલ તણાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની સૌથી ખરાબ અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે.
BRICS Summit 2026 : રવિવારે, 13 સપ્ટેમ્બરના રોજ BRICS સમિટ 2026 ના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પરથી એક અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. દુનિયાના શક્તિશાળી નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ દેશે પોતાનો દબદબો બનાવવા કે રણનીતિક દબાણ ઊભું કરવા માટે 'ટેક્નોલોજી અને જરૂરી ખનિજોનો હથિયાર તરીકે ઉપયોગ' કરવો જોઈએ નહીં. આવી હરકતો વિશ્વની પ્રગતિ અને સમૃદ્ધિના રસ્તામાં મોટો અડચણ ઊભી કરે છે.
સામાન્ય માણસ પર પડે છે સીધી અસર
પીએમ મોદીએ દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અને જિયોપોલિટિકલ તણાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની સૌથી ખરાબ અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે. કોરોના મહામારી, ક્લાઈમેટ ચેન્જની આફતો અને સપ્લાય ચેન તૂટવા જેવી ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે આજની આ જોડાયેલી દુનિયામાં કોઈપણ સંકટ માત્ર એક વિસ્તાર પૂરતું સીમિત રહેતું નથી, તેની અસર આખી દુનિયાને ભોગવવી પડે છે.
'ગ્લોબલ સાઉથ' નો BRICS પર ભરોસો વધ્યો
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 'ગ્લોબલ સાઉથ' પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "હું મારા અંગત અનુભવ પરથી કહી શકું છું કે બ્રિક્સમાં ગ્લોબલ સાઉથના દેશોનો વિશ્વાસ વધ્યો છે. કારણ કે અહીં તેમનો અવાજ સાંભળવામાં આવે છે, તેમના અનુભવોનું સન્માન થાય છે અને ઉકેલ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમની સાથે મળીને તૈયાર કરવામાં આવે છે."
Sharing opening remarks during BRICS Session on ‘Resilience, Innovation, Cooperation and Sustainability: Shaping the Future for Inclusive Global Growth.’ https://t.co/xwKGoGfBjc
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતની અધ્યક્ષતા હેઠળ બ્રિક્સે 4 મુખ્ય સ્તંભો પર કામ કર્યું છે: લવચીકતા (Resilience), ઇનોવેશન, સહયોગ અને સસ્ટેનેબિલિટી . તેમણે બ્રિક્સ દેશોને પડકારોનો સામનો કરવા માટે અગાઉથી તૈયાર રહેવા અને સમયસર પગલાં લેવા અપીલ કરી.
સમિટમાં લેવાયા આ 3 મોટા અને મહત્વના નિર્ણયો
ભવિષ્યમાં કોઈપણ ચેપી બીમારી કે મહામારી ફેલાય તે પહેલાં જ તેને રોકવા માટે બ્રિક્સ દેશો 'ઇન્ટિગ્રેટેડ અર્લી વોર્નિંગ સિસ્ટમ' બનાવવા સહમત થયા છે. આ માટે ડેટા શેરિંગની ગાઈડલાઈન્સ પણ તૈયાર કરાઈ છે. વૈશ્વિક સંકટ સમયે જરૂરી સામાનની અછત ન સર્જાય તે માટે 'બ્રિક્સ લોજિસ્ટિક્સ સપ્લાય ચેન સહયોગ ફ્રેમવર્ક' પર ભાર મૂકવામાં આવ્યો છે, જે સપ્લાય ચેનને વધુ મજબૂત બનાવશે. ઇનોવેશન અને નવા આઇડિયાને પ્રોત્સાહન આપવા માટે આ નેટવર્ક બનાવાશે, જે તમામ દેશોના સ્ટાર્ટઅપ્સને ટેકનિકલ સપોર્ટ, ફંડિંગ અને નિષ્ણાતોની સલાહ પૂરી પાડશે.
દિગ્ગજ નેતાઓની હાજરી
નોંધનીય છે કે પીએમ મોદીએ આ તમામ મહત્વની વાતો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન, મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાંતો જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં કહી હતી.