એલોન મસ્કનો મોટો દાવ: SpaceX બની દુનિયાની 11મી સૌથી મૂલ્યવાન કંપની, જાણો હવે કોણ છે તેનાથી આગળ?
એલોન મસ્કે xAI અને SpaceX નું મર્જર કરીને ધમાકો કર્યો છે. 1.25 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન સાથે SpaceX દુનિયાની 11મી સૌથી મોટી કંપની બની ગઈ છે. જાણો જૂન 2026માં આવનારા મેગા IPO અને ટોપ 10 કંપનીઓ વિશે.
આ મર્જર બાદ જે નવી કમ્બાઈન્ડ કંપની બની છે, તેનું વેલ્યુએશન 1.25 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. આ સાથે જ SpaceX હવે વેલ્યુએશનની દ્રષ્ટિએ દુનિયાની 11મી સૌથી મોટી કંપની બની ગઈ છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે ફરી એકવાર બિઝનેસની દુનિયામાં મોટો ધમાકો કર્યો છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાબાદ હવે મસ્કની વધુ એક કંપની ટ્રિલિયન ડોલર ક્લબમાં શામેલ થઈ ગઈ છે. મસ્કે પોતાની રોકેટ કંપની સ્પેસએક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ xAI નું મર્જર કરી દીધું છે. આ મોટા દાવ બાદ કંપનીની કિંમત આસમાને પહોંચી છે.
SpaceX બની 1.25 ટ્રિલિયન ડોલરની કંપની
આ મર્જર બાદ જે નવી કમ્બાઈન્ડ કંપની બની છે, તેનું વેલ્યુએશન 1.25 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. આ સાથે જ SpaceX હવે વેલ્યુએશનની દ્રષ્ટિએ દુનિયાની 11મી સૌથી મોટી કંપની બની ગઈ છે. એલોન મસ્ક માટે આ મોટી સિદ્ધિ છે કારણ કે હવે તેમની પાસે એક નહીં પણ બે એવી કંપનીઓ છે જે ટ્રિલિયન ડોલરના લિસ્ટમાં આવે છે.
ક્યારે આવશે દુનિયાનો સૌથી મોટો IPO?
હવે રોકાણકારોની નજર SpaceX ના IPO પર મંડાયેલી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીના CFO બ્રેટ જોહ્ન્સન ગયા વર્ષે ડિસેમ્બરથી જ જૂના રોકાણકારો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છે.
સંભવિત તારીખ: કંપની જૂન 2026 સુધીમાં IPO લાવવાની તૈયારીમાં છે.
ખાસ કારણ: જૂન મહિનો એટલા માટે પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે 28 જૂને એલોન મસ્કનો જન્મદિવસ હોય છે.
વેલ્યુએશન: એવું માનવામાં આવે છે કે આ IPO 1.75 ટ્રિલિયન ડોલરના જંગી વેલ્યુએશન પર આવી શકે છે.
જો આવું થશે તો તે સાઉદી અરામકોનો રેકોર્ડ તોડી નાખશે. સાઉદી અરામકોએ 2019માં 29 અબજ ડોલર એકત્ર કર્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો IPO ગણાય છે. આ મેગા લિસ્ટિંગ માટે બેંક ઓફ અમેરિકા, ગોલ્ડમેન સૅશ, જેપી મોર્ગન ચેઝ અને મોર્ગન સ્ટેનલી જેવી દિગ્ગજ બેંકો લીડ રોલ ભજવી શકે છે.
હવે કોણ રહી ગયું છે SpaceX થી આગળ?
SpaceX ભલે 11મા નંબરે પહોંચી ગઈ હોય, પરંતુ હજુ પણ ટેકનોલોજી જગતની ઘણી દિગ્ગજ કંપનીઓ તેનાથી આગળ છે. લિસ્ટેડ કંપનીઓના તાજેતરના આંકડા મુજબ રેન્કિંગ નીચે મુજબ છે:
Nvidia: $4.519 ટ્રિલિયન (હાલમાં દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની)
Alphabet (Google): $4.163 ટ્રિલિયન
Apple: $3.968 ટ્રિલિયન
Microsoft: $3.143 ટ્રિલિયન
Amazon: $2.597 ટ્રિલિયન
Meta Platforms (Facebook): $1.786 ટ્રિલિયન
TSMC: $1.770 ટ્રિલિયન
Saudi Aramco: $1.647 ટ્રિલિયન
Tesla: $1.582 ટ્રિલિયન (મસ્કની જ કંપની)
Broadcom: $1.569 ટ્રિલિયન
આ લિસ્ટ પરથી સ્પષ્ટ છે કે મસ્ક હવે પોતાની જ બીજી કંપની ટેસ્લા અને સાઉદી અરામકો જેવી કંપનીઓની ખૂબ નજીક પહોંચી ગયા છે. સ્પેસએક્સ મુખ્યત્વે રોકેટ અને સેટેલાઇટ બનાવવાનું કામ કરે છે અને ભવિષ્યમાં આ સેક્ટરનો ગ્રોથ ઘણો મોટો માનવામાં આવે છે.