Foods for High BP: બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે માત્ર 1 કે 2 હેલ્ધી વસ્તુઓ ખાવી પૂરતી નથી, પરંતુ રોજિંદા ખાનપાનની આદતોમાં ફેરફાર કરવો પણ એટલો જ જરૂરી છે. યોગ્ય ડાયટ અને કેટલીક સારી આદતો અપનાવવાથી તમે વધેલા બીપીને સરળતાથી કાબૂમાં રાખી શકો છો.
Foods for High BP: બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે માત્ર 1 કે 2 હેલ્ધી વસ્તુઓ ખાવી પૂરતી નથી, પરંતુ રોજિંદા ખાનપાનની આદતોમાં ફેરફાર કરવો પણ એટલો જ જરૂરી છે. યોગ્ય ડાયટ અને કેટલીક સારી આદતો અપનાવવાથી તમે વધેલા બીપીને સરળતાથી કાબૂમાં રાખી શકો છો.
ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટના મતે એવી 6 વસ્તુઓનું લિસ્ટ છે, જે હાઈ બ્લડ પ્રેશરના દરેક દર્દીના ઘરમાં કે રસોડામાં અચૂક હોવી જોઈએ. ચાલો જાણીએ બીપીના દર્દીઓએ પોતાના આહારમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ?
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરશે આ 6 વસ્તુઓ:
1. ડાર્ક ચોકલેટ
35 ક્લિનિકલ ટ્રાયલમાં એવું જાણવા મળ્યું છે કે કોકો (Cocoa)થી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી સરેરાશ બ્લડ પ્રેશર લગભગ 2 mmHg સુધી ઘટી શકે છે. આ માટે વધારે કોકો ધરાવતી ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. જોકે, તેને મર્યાદિત માત્રામાં જ ખાવી હિતાવહ છે. એકવારમાં આખી ચોકલેટ ખાવાને બદલે તેના માત્ર થોડા ટુકડા જ ખાવા જોઈએ.
2. કઠોળ અને દાળ
અંદાજે 544 લોકો પર કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે બીન્સ (કઠોળ), દાળ અને અન્ય ફળીઓનું સેવન કરવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર (એટલે કે ઉપરનું બીપી) લગભગ 2 mmHg સુધી ઓછું થઈ શકે છે. હંમેશા મીઠા વગરના કઠોળ અને દાળ ખાવાનો આગ્રહ રાખો. જો તમે તૈયાર પેકેટ કે ડબ્બામાં મળતા બીન્સ ખાતા હોવ, તો ખાતા પહેલા તેને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લો.
3. બીટનો જ્યુસ
વર્ષ 2024માં કરવામાં આવેલા 11 ક્લિનિકલ ટ્રાયલના વિશ્લેષણમાં 349 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે નાઈટ્રેટથી ભરપૂર બીટનો જ્યુસ હાઈ બીપીના દર્દીઓમાં ઉપરનું (સિસ્ટોલિક) બ્લડ પ્રેશર લગભગ 5 mmHg સુધી ઘટાડવામાં મદદ કરે છે. આ માટે ખાંડ નાખ્યા વગરનો બીટનો જ્યુસ પીવો જોઈએ. બીટમાં રહેલું કુદરતી નાઈટ્રેટ શરીરમાં 'નાઈટ્રિક ઓક્સાઈડ' બનાવવામાં મદદ કરે છે, જેનાથી લોહીની નસોને આરામ મળે છે અને બ્લડ સર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) સુધરે છે.
4. હર્બ્સ, મસાલા અને લસણ
DASH-Sodium ટ્રાયલમાં જોવા મળ્યું છે કે DASH ડાયટની સાથે સોડિયમ એટલે કે મીઠાનો વપરાશ ઓછો કરવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર લગભગ 7 થી 11 mmHg સુધી ઘટી શકે છે. જોકે, તેની અસર વ્યક્તિના શરૂઆતના બ્લડ પ્રેશર પર આધાર રાખે છે. રસોઈમાં વધારે મીઠું નાખવાને બદલે લસણ, જીરું, હર્બ્સ અને બીજા કુદરતી મસાલાનો ઉપયોગ કરો. આનાથી જમવાનો સ્વાદ પણ વધશે અને મીઠાનું પ્રમાણ ઓછું રાખવામાં મદદ મળશે.
5. દળેલા અળસીના બીજ
દરરોજ 1 મોટી ચમચી દળેલા અળસીના બીજનો પાવડર દહીં, ઓટ્સ અથવા સ્મૂધીમાં મિક્સ કરીને ખાવો જોઈએ. એક ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે 'પેરિફેરલ આર્ટરી ડિસીઝ' (નસોની બીમારી) થી પીડાતા લોકોને 6 મહિના સુધી રોજ 30 ગ્રામ દળેલા અળસીના બીજ ખવડાવવાથી તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર લગભગ 10 mmHg સુધી ઓછું થયું હતું.
6. કીવી
લગભગ 118 પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા એક ક્લિનિકલ ટ્રાયલમાં જણાયું કે, 8 અઠવાડિયા સુધી રોજ 3 કીવી ખાનારા લોકોનું 24 કલાકનું સરેરાશ સિસ્ટોલિક બ્લડ પ્રેશર, રોજ 1 સફરજન ખાનારા લોકોની સરખામણીમાં લગભગ 3.6 mmHg વધારે ઘટ્યું હતું. કીવીનો જ્યુસ કાઢવાને બદલે તેને આખા ફળ તરીકે જ ખાવું જોઈએ. શરીરને વધારાનું ફાઈબર મળે તે માટે તમે કીવીને બરાબર ધોઈને છાલ સાથે પણ ખાઈ શકો છો.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી આદત કઈ છે?
DASH-Sodium ટ્રાયલ મુજબ, DASH ડાયટની સાથે ઓછું મીઠું ખાવાથી હાઈ બીપીના દર્દીઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર, વધારે મીઠાવાળો ખોરાક ખાતા લોકોની સરખામણીમાં અંદાજે 11.5 mmHg જેટલું ઓછું થયું હતું. તેથી જ, બીપીને કાબૂમાં રાખવા માટે તમારા રોજિંદા ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછામાં ઓછું રાખવું એ સૌથી મહત્વની આદત છે.
(Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્યને લગતો કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલાં, તમારા ડાયટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલાં અથવા કોઈપણ બીમારીને લગતા ઉપાયો અજમાવતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.)
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.