singer Coco Lee passed away : ઘણા લાઇવ પરફોર્મન્સ અને ઘણા હિટ સોન્ગ આપનાર પ્રખ્યાત ગાયીકા કોકો લીનું અવસાન થયું છે. કોકો માત્ર 48 વર્ષની હતી. મળતા સમાચાર મુજબ કોકો લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જેના પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તે બચી ન શકી અને તેનું અવસાન થયું છે. કોકોના મૃત્યુના સમાચારથી શોકની લહેર ફરી વળી છે.
કોકો લીની બહેનોએ આપી માહિતી
બર્થ પ્લેસમાં ઇનામ જીતી કેરિયરની શરૂઆત થઈ
કોકો લી મુખ્યત્વે હોંગકોંગની હતી પરંતુ તેનો ઉછેર સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો. હાઈસ્કૂલ પછી, કોકો તેના જન્મદિવસ માટે તેના જન્મ સ્થળ હોંગકોંગ ગઈ હતી. જ્યાં તેણે એક કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને પ્રથમ ઇનામ જીત્યું હતું. ત્યારથી તેની પોપ સિંગર તરીકેની કારકિર્દી શરૂ થઈ.
કોકો લી 30 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી હતી
કોકો લી 30 વર્ષથી પોતાના સોન્ગથી લોકોનું મનોરંજન કરી રહી હતી. કોકો લીની બહેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું- ‘કોકોએ છેલ્લા 29 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ સાથે અનેક લાઈવ પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. કોકો લીની બહેનોની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને દરેક લોકો આ પ્રખ્યાત સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોમાં ઘણા સ્ટાર્સનું નાની ઉંમરમાં મૃત્યુ થયું છે. જેની પાછળનું કારણ ડિપ્રેશન એક મોટું કારણ હોવાનું પણ સામે આવ્યું છે.