Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશના જન્મના રૂપમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ એક પૂજનીય દેવતા છે. જેમાં જ્ઞાન, સમૃદ્ઘિ અને સૌભાગ્યથી જોડાઈ ગયા છે. ભગવાન ગણેશને ગજાનન, ધૂમ્રકેતુ, એકદંત, સિદ્ઘિ વિનાયક અને વક્રતુંડ સહિત ઘણા નામોથી ઓળખાય છે.
આ પર્વ ભાદરવો માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરુ થાય છે. 10 દિવસ ચાલવા વાળા આ પર્વ પર ગૌરી પુત્ર ગણેશની ઘર-ઘરમાં સ્થાપના કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો ગણપતિની સતત 10 દિવસ સુધી પૂજા વિધિ વિધાનથી કરે છે. ત્યાર બાદ અનંત ચૌદસી પર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી એમને વિદાઈ આપવામાં આવે છે.
આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ જશે. જે 28 સપ્ટેમ્બરના અનંત ચતુર્થીના દિવસે સમાપ્ત થશે. છેલ્લા દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત
ભાદ્રપદ શુક્લ ચતુર્થીના તારીખ 18 સપ્ટેમ્બર બપોરે 12.39 કલાકે શરૂ થાય છે જ્યારે ભાદ્રપદ શુકલ ચતુર્થી તારીખ 19 સપ્ટેમ્બર બપોરે 01.43 કલાકે સમાપ્ત થાય છે. ઉદત તિથિ અનુસાર ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના ઉજવવામાં આવશે. ગણેશ સ્થાપનાનો સમય 19 સપ્ટેમ્બરના દિવસે સવારે 11.07 વાગ્યાથી બપોરે 01.34 વાગ્યાનો છે.
ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના કરતા પહેલા પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરી લો. હવે તેના પર બાજોઠ પર લાલ કે પીળા કલરનું કપડુ પાથરો. ત્યાર બાદ શુભ મુહૂર્તના ગણપતિજીની પૂર્વદિશા તરફ મોઢું કરીને મુકો. ત્યારે બાદ ગણપતિ પર દુર્વાથી ગંગાજળનો છંટકાવ કરો. તેના પર હળદર, કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, ચોખા, મૌલી, દુર્વા, જનોઈ, મીઠાઈ, લાડુ, ફળ અને ફુલ અર્પણ કરો. ત્યારબાદ ગણપતિની સાથે સાથે ભગવાન શિવ અને પાર્વતિજીની પણ પૂજા કરો. પ્રસાદ ધરાવો અને ત્યાર બાદ આરતી કરો. આ જ રીતે 10 દિવસ સુધી દરરોજ સવાર-સાંજ ગણપતિની પૂજા-અર્ચના, આરતી કરી અને પ્રસાદ ધરાવવો.