ભારતીયો માટે અમેરિકા જવું હવે વધુ મોંઘું થશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ હેઠળ નવું $250 (આશરે 21,000)નું ‘વીઝા ઇન્ટીગ્રિટી ફી’ લાગુ કર્યું છે, જે 2025થી અમલમાં આવશે. આ ફી B-1/B-2 (ટૂરિસ્ટ/બિઝનેસ), F અને M (સ્ટુડન્ટ), H-1B (વર્ક), અને J (એક્સચેન્જ પ્રોગ્રામ) વીઝા પર લાગશે. ફક્ત ડિપ્લોમેટિક વીઝા (A અને G કેટેગરી)ને આમાંથી છૂટ મળશે.