GSRTC Recruitment: ડ્રાઇવર કંડક્ટર માટે નીકળી છે બમ્પર ભરતી, 7 હજારથી વધુ જગ્યાઓ ખાલી, ફોર્મ ભરાવાની શરૂઆત | Moneycontrol Gujarati
Get App

GSRTC Recruitment: ડ્રાઇવર કંડક્ટર માટે નીકળી છે બમ્પર ભરતી, 7 હજારથી વધુ જગ્યાઓ ખાલી, ફોર્મ ભરાવાની શરૂઆત

GSRTC Recruitment: ભરતીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો કંડક્ટરની 3342 અને ડ્રાઈવરની 4062 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

અપડેટેડ 03:36:18 PM Aug 07, 2023 પર
Story continues below Advertisement
જો તમે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં નોકરી મેળવવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે GSRTC દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

GSRTC Recruitment: જો તમે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં નોકરી મેળવવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે GSRTC દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 5 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને ફોર્મ ભરવાની શરૂઆત આજથી એટલે કે 7 ઓગસ્ટના રોજથી થઇ રહી છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોવ તો 6 સપ્ટેમ્બર પહેલા ચોક્કસથી અરજી કરી દેજો

પોસ્ટ અને પગારધોરણ

આ ભરતીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો કંડક્ટરની 3342 અને ડ્રાઈવરની 4062 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે 18500 નો ફિક્સ પગાર આપવામાં આવશે.


લાયકાત

આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે. કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઇએ. ડ્રાઈવરની પોસ્ટ માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ તેમજ કંડકટરની પોસ્ટ માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ છે.

અરજી ફી

એસ.ટી વિભાગની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 59 ચૂકવવાના રહેશે.

આ રીતે કરો અરજી

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in/ પર જાઓ

હવે “Recruitment” ના સેક્શન પર ક્લિક કરો.

હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.

હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

અંતમાં ઓનલાઈન ફી ની ચુકવણી કરો.

આ પણ વાંચો - ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન, પોતાના કૅમ્પસના મનમોહક વાતાવરણથી જાણીતું બનેલું ગુજરાતનું અનોખું પોલીસ સ્ટેશન

 

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2023 12:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.