Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટના આદેશ બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે સોમવાર (24 જુલાઈ) સવારથી સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્ઞાનવાપી સંકુલના પુરાતત્વીય સર્વેક્ષણ માટે ASIની ટીમ રવિવારે વારાણસી પહોંચી હતી. 21 જુલાઈના રોજ, ઉત્તર પ્રદેશના વારાણસીની એક અદાલતે, કાશી વિશ્વનાથ મંદિરની નજીક મા શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની માગણી સ્વીકારતા, વજુખાના સિવાયના સમગ્ર જ્ઞાનવાપી સંકુલના પુરાતત્વીય અને વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપી. ASIએ સર્વે હાથ ધરવો પડશે અને તેનો રિપોર્ટ 4 ઓગસ્ટ પહેલા કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

