હરિકેન બેરીલ સતત મજબૂત થવાને કારણે કેરેબિયન ટાપુઓમાં સ્થિતિ વધુ વણસી ગઈ છે. તોફાનના કારણે બાર્બાડોસ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ બંધ હોવાને કારણે ભારતીય ક્રિકેટ ટીમ હોટલની અંદર છે.
બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય ક્રિકેટ પણ તોફાનના કારણે ત્યાં જ અટવાઈ ગયું છે.
હરિકેન 'બેરિલ'એ દક્ષિણ-પૂર્વીય કેરેબિયન ટાપુઓમાં મોટા પાયે વિનાશ કર્યો છે અને તે શ્રેણી-પાંચ તરીકે મજબૂત બન્યું છે. સોમવારે ગ્રેનાડાના કેરિયાકોઉ ટાપુ પર લેન્ડફોલ કર્યા પછી, 'બેરીલ' દક્ષિણ-પૂર્વીય કેરેબિયન ક્ષેત્રમાં પહોંચ્યું, જેના કારણે અહીં ઘરોના દરવાજા, બારીઓ અને છતને નુકસાન થયું. તે શ્રેણી-ચાર વાવાઝોડા તરીકે કેરિયાકોઉ ટાપુ પર લેન્ડફોલ કર્યું, જે સતત મજબૂત થતું રહ્યું. અત્યારે તોફાન અટકવાના કોઈ સંકેત નથી.
વાવાઝોડું વેરી રહ્યો છે વિનાશ
સોમવારે મોડી રાત્રે, બેરીલની પવનની ઝડપ વધીને 160 mph (260 kph) થઈ ગઈ. આગામી દિવસોમાં તેની ગતિમાં વધુ ફેરફાર થવાની શક્યતાઓ છે. ગ્રેનાડાના વડા પ્રધાન ડેકોન મિશેલે સોમવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે વાવાઝોડાના પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને સત્તાવાળાઓ હાલમાં કેરિયાકોઉ અને પિટાઇટ માર્ટીનિક ટાપુઓ પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં સક્ષમ નથી. પ્રારંભિક અહેવાલોમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે અને સંદેશાવ્યવહાર પ્રણાલી પણ ઠપ થઈ ગઈ છે.
#WATCH | Barbados: Electricity and water supply affected as hurricane hits the country with strong winds and rain.
બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય ક્રિકેટ પણ તોફાનના કારણે ત્યાં જ અટવાઈ ગયું છે. તોફાન વધુને વધુ ભયાનક બની રહ્યું છે. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિને જોતા તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને વાવાઝોડાને લઈને ચેતવણી જાહેર કરી છે. પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. અનેક ઘરોની છત ઉડી ગઈ છે, વૃક્ષો તૂટી ગયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પણ પોતાની હોટલમાં છે.
In Barbados, at least 2 pleasure craft, and about 20 fishing vessels have been lost to Hurricane Beryl. In addition, many more fishing boats have been damaged in the storm surge, which accompanied the powerful hurricane - CBC Barbados.