Himachal Pradesh News: હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં મેઘરાજા છેલ્લા 36 કલાકથી તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદ નુકસાનનું મોટું કારણ બની ગયું છે. બે જગ્યાએ વાદળ ફાટ્યા છે, જ્યારે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. દરમિયાન, કુલ્લુમાંથી એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં થોડી જ વારમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે.

