How to be mentally stronger: આ આદતો જે તમારું જીવન બદલી શકે છે, જાણીને આજે જ કરી લો અમલ
How to be mentally stronger: વર્તમાન જીવનશૈલીના કારણે માનસિક અને શારીરિક રીતે કમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આના કારણે આજના સ્પર્ધાત્મક યુગમાં ક્યાંય આપાણે પાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અને માનસિક રીતે મજબૂત વ્યક્તિ જ સારી પ્રગતિ કરી શકે છે. તમે કોઈપણ ફિલ્ડમાં કામ કરતા હો કે પછી વ્યક્તિગત જીવનમાં જો તમે મજબૂત ( Strong ) નથી તો તમને કોઈપણ મુશ્કેલીમાંથી નીકળવામાં મુશ્કેલી પડે જ છે.
How to be mentally stronger: આપણું મગજ અને શરીર બન્ને આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. જો તમે શારીરિક રીતે ફિટ છો તો માનસિક રીતે પણ પોતાને સ્વસ્થ અનુભવ છો
How to be mentally stronger: આપણું મગજ અને શરીર બન્ને આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. જો તમે શારીરિક રીતે ફિટ છો તો માનસિક રીતે પણ પોતાને સ્વસ્થ અનુભવ છો. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે, વ્યક્તિને જો પોતાનો પૂર્ણ વિકાસ કરવો હશે તો તેણે પ્રથમ શારીરિક રૂપે શક્તિશાળી (Physicaly Strong) બનવું પડશે. જો તમે શારીરિક રીતે કમજોર છો તો દુનિયા તમને દબાવવા તૈયાર જ બેઠી છે.વ્યક્તિને પોતાના જીવનમાં કમજોર શરીરને કારણે અનેક મુશ્કેલીઓ ઊઠાવવી પડતી હોય છે. એક સ્વસ્થ્ય વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં પોતાને સંભાળી લે છે. જ્યારે કમજોર માણસ ગમે ત્યારે પડી ભાગે છે માટે ખુદને શક્તિશાળી (Physicaly Strong ) બનાવવા મહેનત કરો.
શરીરને ફિટ રાખો
તંદુરસ્ત મન એ તંદુરસ્ત શરીરને કારણે હોય છે. એટલે સર્વ પ્રથમ તો ફીટનેસ અર્થાત શારિરીક રીતે ચુસ્તતા અનિવાર્ય છે. દરેકની પ્રકૃતી, શરીરની તાસીર મુજબ નિયમિત કસરત કરવી જોઇએ. યોગ અભ્યાસ છે, સવારે વહેલા ઉઠીને ચાલવાનું રાખવું જોઇએ, જીમ અને એરોબીક્સ પણ શ્રેષ્ઠ ઉપાય છે.
વ્યસનોથી દુર રહેવું
સીગારેટ, બીડી, તંબાકુ, ગુટકા, પાન મસાલા, દારૂ, ગાંજો, ભાંગ કે એવા કોઇ પણ પ્રકારના નશાકારક દ્રવ્યોથી જોજનો દુર રહેવું. એ ફક્ત શારીરિક જ નહી, માનસીક રીતે તોડી નાખે છે અને આર્થીક ફટકો અલગથી પાડે છે.
નિયમિતતા
પુરતી ઉંઘ, પુરતો આરામ અને જીવનમાં નિયમિતતા (આ થોડું વાંચતા અઘરૂં લાગશે. કારણ આ ભાગદોડની જીંદગીમાં, ટારગેટ અને નોકરી બચાવવાના ચક્કરમાં આવું થોડું સંભવ બને?) તો જણાવું કે અનિયમિતતાનો ભોગ હું બન્યો હતો. ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર વગેરે. અને એની અસર સ્વભાવ પર પડવાની જ છે. હાઈ ટેમ્પરામેન્ટ માનસિક સ્વસ્થતાની નીશાની નથી.
એના માટે ભોજનમાં નિયમિતતા જરૂરી છે. સમય નક્કી રાખવો કરતાં બે ભોજન વચ્ચે ૪ કલાક કરતાં વધારે ગાળો ન રાખવો. ચા/કોફી પર નિયંત્રણ એટલે ઓછી ખાંડનો ઉપયોગ. અને રાત્રી ભોજન ઉંઘવાના ૪ કલાક પહેલાં કરી લેવાનું. આ ખુદની તબીયત માટે છે. સમય અને અનુકુળતા કાઢવી પડે.
ટેલીવીઝન અને મોબાઈલનો અતીરેક
વેબ સીરીઝ તો જોવી જ પડે. સીજન ૧ થી છેલ્લે સુધી તો ન જોઊં ત્યાં સુધી ઉંઘ ન આવે. ફિલ્મો, વેબ સીરીઝ જોવાની કોઇ મર્યાદા રાખવી પડે. દિવસમાં નક્કી કલાકો નિશ્ચિત કરવા જોઇએ. અતીરેક થાય તો માનસિક અસરો તો પડવાની જ છે.
વાંચન
દિવસમાં કેટલું અને શું વાંચો છો? સારૂં પુસ્તક ઉંઘતા પહેલાં પાંચ પેઈજ વાંચવા એવું નક્કી કરી શકાય. ઉંઘતી વખતે સોફ્ટ સંગીત છે કે પછી ઓમકાર કે શ્રી ગાયત્રી મંત્ર જાપ સાંભળતા રહીએ જેથી ગાઢ નિંદ્રાનો અનુભવ થાય અને તંદુરસ્તી સારી રહે.