ICC Cricket World Cup 2023: ICCએ મંગળવારે ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ત્યારથી ક્રિકેટ લવર્સનો ઉત્સાહ વધી ગયો છે. ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે અને લખનૌમાં ઈંગ્લેન્ડ સામેની મેચો ચોક્કસપણે વેચાઈ જશે અને ભારે ભીડને આકર્ષશે. આ બધામાં સૌથી વધુ જોશ તમને અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે જોવા મળશે.

