USA: અમેરિકાના નવા "અમેરિકા ફર્સ્ટ" વેપાર એજન્ડા અને ઇમિગ્રેશન પોલીસી અંગે ભારતમાં ચિંતાઓ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ વાટાઘાટો માટે બે દિવસની મુલાકાતે વોશિંગ્ટન પહોંચ્યા છે. બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય વાતચીત રહી છે. તમને જણાવી દઈએ કે લાખો ભારતીયો અમેરિકામાં રહે છે. દર વર્ષે ઘણા ભારતીયો વ્યવસાય અને નોકરી માટે અમેરિકા જાય છે. અહીં આપણે અમેરિકામાં રહેવાની કિંમત વિશે જાણીશું.