White Hair Solution: રોજની ડાયટમાં આ વસ્તુઓનો કરશો સમાવેશ તો અટકશે સફેદ વાળ, બ્લેક હેરનો થશે ગ્રોથ
White Hair Solution: જો તમે એવી વસ્તુઓ ખાવ છો જે વાળને નુકસાન કરે તો તેના પરિણામે સફેદ વાળ, ખરતા વાળની સમસ્યા વધી શકે છે. તેની સામે જો તમે કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરો છો જે વાળને ફાયદો કરે છે તો તેનાથી સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે.
White Hair Solution: નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે.
White Hair Solution: હાલ સફેદ વાળની સમસ્યા હવે કોમન થતી જઈ રહી છે, નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે. વધતી ઉંમરે પણ વાળ સફેદ થાય તે કોઈને પસંદ નથી તેવામાં જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તેની અસર પર્સનાલિટી અને આત્મવિશ્વાસ પર પણ પડે છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પીડિત છો અને વિવિધ પ્રકારના હેર પ્રોડક્ટ વાપરીને કંટાળી ગયા છો તો આજે તમને વાળને સફેદ થતા અટકાવવાનો એક રામ બાણ ઈલાજ જણાવીએ છીએ. વાળને સફેદ થતા અટકાવવા હોય અને કાળા જ રાખવા હોય તો તેના માટે તમારા રોજના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો.
આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેનો પ્રભાવ આપણા સ્વાસ્થ્યની સાથે વાળ પર પણ પડે છે. જો તમે એવી વસ્તુઓ ખાવ છો જે વાળને નુકસાન કરે તો તેના પરિણામે સફેદ વાળ, ખરતા વાળની સમસ્યા વધી શકે છે. તેની સામે જો તમે કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરો છો જે વાળને ફાયદો કરે છે તો તેનાથી સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જેને ખાવાથી સફેદ વાળનો ગ્રોથ અટકે છે.
ફર્મેન્ટેડ ફૂડ
ફર્મેન્ટેડ ફૂડ સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ લાભકારી છે. કંબુચા, કીમચી, અથાણું જેવી પ્રોબાયોટિક ફૂડ આઈટમ વાળ ત્વચા અને નખ ને ફાયદો કરે છે અને તેને મજબૂત બનાવે છે.
સલમાન ફિશ
સલમાન ફિશ વિટામિન ડી થી ભરપૂર હોય છે. તેનું સેવન વાળના કુદરતી કલરને જાળવી રાખવામાં મદદ કરે છે. સફેદ વાળની સમસ્યા વિટામિન ડી ની ઉણપના કારણે પણ થતી હોય છે તેવામાં આ ફિશનું સેવન કરવાથી સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે અને વાળ સિલ્કી તેમજ મજબૂત થશે.
ઈંડા
ઈંડા સ્વાસ્થ્ય અને ખાસ કરીને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં રહેલું પ્રોટીન વાળની હેલ્થી રાખે છે. ઈંડા ખાવાથી વિટામીન b12 મળે છે. જો તમને સફેદ વાળની સમસ્યા હોય તો ઈંડાનું સેવન કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
સોયાબીન
જો તમે વેજીટેરિયન છો અને ઈંડા કે ફિશ નથી ખાઈ શકતા તો સોયાબીન તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. સોયાબીનમાં પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને સફેદ વાળનો ગ્રોથ અટકાવે છે.