Global Firepower: વિશ્વની સૌથી મજબૂત સેનાઓની યાદીમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન 12મા ક્રમે સરક્યું, જાણો અમેરિકા- રશિયાની સૈન્ય શક્તિ
Global Firepower: ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 60થી વધુ પરિમાણોના આધારે વિશ્વની સૌથી પાવરફૂલ સેનાનું મૂલ્યાંકન કરે છે. તેમાં લશ્કરી એકમો, નાણાકીય સ્થિતિ, લોજિસ્ટિક્સ કેપેસિટી, ભૌગોલિક સ્થાન અને તકનીકી પ્રગતિનો સમાવેશ થાય છે.
એડવાન્સ લશ્કરી સાધનો, આધુનિક શસ્ત્રો અને સ્ટ્રેટેજીક સ્થિતિને કારણે આપણી સૈન્ય તાકાત વધી છે. ભારતનો પાવર ઈન્ડેક્સ સ્કોર 0.1184 છે.
Global Firepower: સૈન્ય શક્તિના આધારે વિશ્વભરના દેશોની રેન્કિંગ કરતી સંસ્થા ગ્લોબલ ફાયરપાવરએ નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારત ચોથા નંબર પર છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ પહેલા કરતા ઘણી નબળી થઈ ગઈ છે. પાકિસ્તાન ગયા વર્ષે એટલે કે 2024માં 9મા સ્થાને હતું, જે 12મા સ્થાને સરકી ગયું છે. આ સાથે અમેરિકા નંબર વન, રશિયા બીજા અને ચીન ત્રીજા નંબર પર છે.
ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ શું છે?
ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 60થી વધુ પરિમાણોના આધારે વિશ્વની સૌથી પાવરફૂલ સેનાનું મૂલ્યાંકન કરે છે. તેમાં લશ્કરી એકમો, નાણાકીય સ્થિતિ, લોજિસ્ટિક્સ કેપેસિટી, ભૌગોલિક સ્થાન અને તકનીકી પ્રગતિનો સમાવેશ થાય છે.
2025ની ટોપની 10 લશ્કરી શક્તિઓ
- અમેરિકા: તેની એડવાન્સ કેપેસિટીઓ, ફાઇનાન્સિયલ પાવર અને ગ્લોબલ પ્રભાવને કારણે તે ટોપના સ્થાને છે. અમેરિકાનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0744 છે.
- રશિયાઃ યુક્રેન સાથે યુદ્ધ છતાં ઈરાન, ઉત્તર કોરિયા અને ચીન સાથેના સ્ટ્રેટેજીક જોડાણને કારણે રશિયા મજબૂત રહ્યું. રશિયાનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0788 છે.
- ચીનઃ ડિફેન્સ અને ટેક્નોલોજી રોકાણમાં જંગી વધારાને કારણે ચીન ટોપ ત્રણમાં સામેલ છે. ચીનનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.0788 છે.
-ભારત: એડવાન્સ લશ્કરી સાધનો, આધુનિક શસ્ત્રો અને સ્ટ્રેટેજીક સ્થિતિને કારણે આપણી સૈન્ય તાકાત વધી છે. ભારતનો પાવર ઈન્ડેક્સ સ્કોર 0.1184 છે.
- સાઉથ કોરિયાઃ ડિફેન્સ સેક્ટરમાં મોટા મૂડીરોકાણ અને ગ્લોબલ ભાગીદારીના કારણે સાઉથ કોરિયા તેની મજબૂત સ્થિતિને કારણે ટોપ-5માં સામેલ છે. આ દેશનો પાવર ઈન્ડેક્સ સ્કોર 0.1656 છે.
- યુનાઇટેડ કિંગડમનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1785 છે.
- ફ્રાંસનો પાવર ઈન્ડેક્સ સ્કોર 0.1878 છે.
- જાપાનનો પાવર ઈન્ડેક્સ સ્કોર 0.1839 છે.
- તુર્કીનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1902 છે.
- ઇટાલીનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.2164 છે.
પાકિસ્તાનની રેન્કિંગમાં ઘટાડો
2024માં પાકિસ્તાન ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સમાં 9મા ક્રમે હતું, જે 2025માં 12મા ક્રમે સરકી ગયું છે. આ ઘટાડો તેની નબળી લશ્કરી સ્થિતિ અને સંરક્ષણ આધુનિકીકરણમાં પડકારોને દર્શાવે છે. તે જ સમયે, આ યાદીમાં ભૂટાન 145માં સ્થાને છે, જે સૌથી નીચું રેન્કિંગ છે.
ભારતની લશ્કરી શક્તિ પર એક નજર
આર્મી
-14.5 લાખ સક્રિય સૈનિકો અને 11.5 લાખ રિઝર્વ સૈનિકો
- 25 લાખથી વધુ અર્ધલશ્કરી દળો
- મુખ્ય શસ્ત્રો: T-90 ભીષ્મ અને અર્જુન ટેન્ક્સ, બ્રહ્મોસ મિસાઈલ, પિનાકા રોકેટ સિસ્ટમ અને હોવિત્ઝર.
એર ફોર્સ
- 2,229 એરક્રાફ્ટ. જેમાં 600 ફાઇટર જેટ, 899 હેલિકોપ્ટર અને 831 સપોર્ટ એરક્રાફ્ટ
- મુખ્ય ફાઇટર એરક્રાફ્ટ: રાફેલ, Su-30MKI, નેત્રા સર્વેલન્સ પ્લેન
- મુખ્ય સ્ટ્રેટેજીક અસ્કયામતો: પરમાણુ સબમરીન, INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર્સ
- ફ્લીટ: 150 યુદ્ધ જહાજો અને સબમરીન, 50 થી વધુ નવા જહાજો નિર્માણાધીન
- એડવાન્સ રિકોનિસન્સ અને એન્ટી-સબમરીન એરક્રાફ્ટ, MR6-MR6 હેલિકોપ્ટર
ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ લશ્કરી તાકાતનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે?
ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 60 થી વધુ પરિમાણોને ધ્યાનમાં લઈને લશ્કરી કેપેસિટીનું મૂલ્યાંકન કરે છે. આમાં પરમાણુ શસ્ત્રો સામેલ નથી. મુખ્ય પરિમાણોમાં લશ્કરી એકમો (ટાંકીઓ, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજો, મિસાઇલ સિસ્ટમ્સ), આર્થિક શક્તિ (સંરક્ષણ બજેટ અને નાણાકીય સંસાધનો), લોજિસ્ટિક્સ કેપેસિટી (ઇંધણ પુરવઠો, સંગ્રહ, પરિવહન) અને સ્ટ્રેટેજીક ભૌગોલિક સ્થિતિનો સમાવેશ થાય છે.
પડોશી દેશોની લશ્કરી તાકાત
ચીન (ક્રમ 3)
- આર્મી: 20 લાખ સક્રિય સૈનિકો
- એરફોર્સ: 3,150 થી વધુ ફાઇટર એરક્રાફ્ટ
- નેવી: 370+ યુદ્ધ જહાજો અને સબમરીન (વિશ્વની સૌથી મોટી નૌકા શક્તિ)