ભારતીય નર્સ નિમિષા પ્રિયાના કેસમાં યમનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે કે, યમનના સ્થાનિક અધિકારીઓએ નિમિષા પ્રિયાને ફાંસી મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ 16 જુલાઈ, 2025, બુધવારના રોજ યમનમાં ફાંસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિમિષાના પરિવાર અને તેના સમર્થકો માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે.
સૂત્રોએ માહિતી આપી છે કે "ભારતીય મૂળની નર્સ નિમિષા પ્રિયાને યમન સુપ્રીમ કોર્ટે યમનના નાગરિકની હત્યા બદલ દોષિત ઠેરવી હતી. તેણીને 16 જુલાઈએ ફાંસી આપવાની હતી, પરંતુ હાલમાં તેણીને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવી રહી નથી."
આ નિર્ણય કેવી રીતે શક્ય બન્યો?
નિમિષાને મૃત્યુદંડની સજા કેમ ફટકારવામાં આવી?
તમને જણાવી દઈએ કે નિમિષા પ્રિયાને વર્ષ 2017 માં યમનના નાગરિકની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તે વ્યક્તિએ નિમિષા પ્રિયા પર કથિત રીતે ત્રાસ ગુજાર્યો હતો અને હુમલો કર્યો હતો. તે વ્યક્તિના કબજામાંથી તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે, નિમિષાએ કથિત રીતે યમનના પુરુષને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વ્યક્તિનું ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ થયું હતું. આ પછી, કેરળની રહેવાસી 37 વર્ષીય નિમિષાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.