આજે રાત્રે લોન્ચ થશે iPhone 18 Pro Max: 48MP કેમેરા, 5567mAh બેટરી અને 5 મોટા અપગ્રેડ્સ, જાણો કિંમત અને ફીચર્સ | Moneycontrol Gujarati
Get App

આજે રાત્રે લોન્ચ થશે iPhone 18 Pro Max: 48MP કેમેરા, 5567mAh બેટરી અને 5 મોટા અપગ્રેડ્સ, જાણો કિંમત અને ફીચર્સ

iPhone 18 Pro Max: આજે રાત્રે Apple ની મેગા ઈવેન્ટમાં iPhone 18 Pro Max પરથી પડદો ઊઠશે. નવી A20 Pro ચિપ, 48MP કેમેરા, 5567mAh બેટરી અને નવી ડિઝાઇન સહિતના 5 મોટા અપગ્રેડ્સ વિશે જાણો.

અપડેટેડ 12:25:05 PM Sep 09, 2026 પર
Story continues below Advertisement
નેક્સ્ટ જનરેશન પ્રોસેસરથી લઈને બહેતર કેમેરા અને નવી ડિઝાઇન સુધી, આજના આઈફોનમાં અત્યાર સુધીના સૌથી મોટા હાર્ડવેર અપગ્રેડ્સ જોવા મળી શકે છે.

iPhone 18 Pro Max: આજે રાત્રે ટેક જગતની નજર Appleની ઈવેન્ટ પર રહેશે. Apple આજે તેની બહુચર્ચિત સપ્ટેમ્બર ઈવેન્ટ યોજવા જઈ રહ્યું છે, જેમાં નવી iPhone 18 સિરીઝ લોન્ચ થવાની પૂરી શક્યતા છે. આ સિરીઝમાં સૌથી વધુ ચર્ચા તેના ફ્લેગશિપ ફોન 'iPhone 18 Pro Max' ની થઈ રહી છે. જોકે, ફોનની અસલ માહિતી તો રાત્રે પ્રેઝન્ટેશન દરમિયાન જ મળશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સામે આવતા સતત લીક્સ પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે યુઝર્સ આ નવા પ્રીમિયમ સ્માર્ટફોન પાસેથી શું અપેક્ષા રાખી શકે છે.

નેક્સ્ટ જનરેશન પ્રોસેસરથી લઈને બહેતર કેમેરા અને નવી ડિઝાઇન સુધી, આજના આઈફોનમાં અત્યાર સુધીના સૌથી મોટા હાર્ડવેર અપગ્રેડ્સ જોવા મળી શકે છે. આવો જાણીએ તેમાં મળવા પાત્ર 5 સૌથી મોટા ફેરફારો વિશે:

1. A20 Pro ચિપસેટથી દમદાર પરફોર્મન્સ

ફોનમાં સૌથી મોટો ફેરફાર નવા A20 Pro પ્રોસેસરના રૂપમાં જોવા મળશે. અફવાઓનું માનીએ તો, આ Apple ની પહેલી એવી સ્માર્ટફોન ચિપ હશે જે 2nm મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પર બનેલી હશે. આનાથી ફોનની સ્પીડ વધશે અને બેટરીની પણ મોટી બચત થશે. તેમાં 6-core CPU હશે અને નવી ટેક્નોલોજીના કારણે CPU અને GPU એકબીજાની વધુ નજીક રહેશે. આ નવી ચિપ જૂની A19 Pro કરતા અનેક ગણું શાનદાર પરફોર્મન્સ આપશે.

2. નાનો 'ડાયનેમિક આઈલેન્ડ' અને નવો ડિઝાઇન


ડિઝાઇનની વાત કરીએ તો, ‘Pro Max' મોડલના લુકને વધુ આકર્ષક બનાવવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, 'Dynamic Island' ની સાઈઝ 30% જેટલી ઘટી શકે છે કારણ કે, હવે Face ID ના પાર્ટ્સ ડિસ્પ્લેની નીચે શિફ્ટ થઈ જશે. આનાથી સ્ક્રીનનો એરિયા મોટો થશે અને ફોન ક્લીન દેખાશે. રિયર કેમેરાની ડિઝાઇનમાં થોડો ફેરફાર થઈ શકે છે, પણ એવી આશા છે કે Apple તેનું ફેમસ પ્રીમિયમ ટાઇટેનિયમ બોડી ચાલુ રાખશે.

3. 5567mAh ની પાવરફુલ બેટરી

આ વર્ષે બેટરી લાઈફમાં જબરદસ્ત સુધારો થવા જઈ રહ્યો છે. નવા ફોનમાં 5567mAhની મોટી બેટરી આપવામાં આવી શકે છે. લેટેસ્ટ A20 Pro ચિપ સાથે મળીને આ બેટરી જૂના મોડલની સરખામણીમાં ઘણો વધારે 'સ્ક્રીન-ઓન ટાઈમ' આપશે, જેથી વારંવાર ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

4. 48MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ

ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન ખાસ બનવાનો છે. iPhone 18 Pro Max માં ટ્રિપલ 48MP રિયર કેમેરા સિસ્ટમ હશે. જેમાં પ્રાઇમરી સેન્સર 'વેરિયેબલ-અપર્ચર' લેન્સ સાથે આવશે. આનાથી યુઝર્સને ડેપ્થ ઓફ ફિલ્ડ અને લો-લાઈટ (ઓછા પ્રકાશમાં) ફોટોગ્રાફી પર વધુ કંટ્રોલ મળશે. સાથે જ, સેલ્ફી માટે પણ હાઈ-રિઝોલ્યુશન વાળો 24MP નો નવો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.

5. લેટેસ્ટ કનેક્ટિવિટી અને સંભવિત કિંમત

હવે Apple થર્ડ-પાર્ટી હાર્ડવેર પર પોતાની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. કંપની પોતાનું C2 મોડેમ અને Wi-Fi 7 સપોર્ટ કરતી N2 વાયરલેસ ચિપ લાવી શકે છે. આનાથી નેટવર્ક સ્પીડ અને પરફોર્મન્સ વધશે અને બેટરીનો વપરાશ ઓછો થશે.

ભારતમાં કેટલી હશે કિંમત?

કિંમતની વાત કરીએ તો, કંપનીએ હજુ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ લીક્સ મુજબ, iPhone 18 Pro Max ના 256GB વાળા બેઝ મોડલની શરૂઆતી કિંમત $1299 હોઈ શકે છે. જો તેને ભારતીય ચલણમાં ફેરવીએ તો તે અંદાજે 1,59,900 રૂપિયા જેટલી થાય છે.

આ પણ વાંચો- Gold Investment: આજે સોનામાં રોકાયેલા 50,000 વર્ષ 2036માં કેટલા થશે? સમજો 10 વર્ષના રિટર્નનું પૂરું ગણિત

હવે સૌની નજર આજની રાત પર ટકેલી છે, જ્યારે Apple ની ઈવેન્ટમાં સત્તાવાર રીતે આ તમામ શાનદાર ફીચર્સ પરથી પડદો ઉઠાવવામાં આવશે. કંપનીનો આ અત્યાર સુધીનો સૌથી એડવાન્સ ફોન સાબિત થઈ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 09, 2026 12:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.