ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ જીવિત છે પણ ગંભીર રીતે ઘાયલ: ભારતીય ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં મોટો ખુલાસો
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ વિશે ભારતીય ગુપ્તચર રિપોર્ટમાં મોટો ખુલાસો! 28 ફેબ્રુઆરીના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જાણો અંદરની તમામ વિગતો.
આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ખામેનેઈ કદાચ 'કોઈક રીતે જીવિત' છે, પરંતુ હુમલામાં તેઓ એટલી હદે ઘાયલ થયા છે કે હવે તેઓ પહેલા જેવા રહ્યા નથી.
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના સ્વાસ્થ્યને લઈને આખી દુનિયામાં અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, મોજતબા ખામેનેઈ જીવિત તો છે, પરંતુ તેઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ છે અને હાલમાં તેઓ હરી-ફરી શકવાની સ્થિતિમાં નથી.
28 ફેબ્રુઆરીના હુમલામાં થયા હતા ઘાયલ
ગુપ્તચર સૂત્રોએ માહિતી આપી છે કે, ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર ભયંકર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં મોજતબાના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. રિપોર્ટ મુજબ, આ જ હુમલામાં મોજતબા પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા.
શરૂઆતમાં એવી અફવાઓ હતી કે તેઓ પણ મૃત્યુ પામ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ બચી ગયા છે. જોકે, તેમની શારીરિક સ્થિતિ હજુ પણ ખૂબ જ ચિંતાજનક છે અને તેઓ પથારીવશ થઈ ગયા છે. આ જ કારણસર તેમના વિશેની માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી રહી છે.
IRGC એ સત્તા અને સોશિયલ મીડિયા પર કબજો જમાવ્યો
મોજતબા શારીરિક રીતે અક્ષમ હોવાથી, ઈરાનની સેના એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ધીમે ધીમે સત્તાની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે.
હાલમાં મોજતબાના નામે જે પણ સંદેશાઓ કે સોશિયલ મીડિયા પોસ્ટ બહાર આવે છે, તે બધું જ IRGC દ્વારા કંટ્રોલ અને ફિલ્ટર કરવામાં આવે છે.
દેશમાં કોઈ અફરાતફરી ન મચે અને સ્થિરતા જળવાઈ રહે તે માટે સેના માત્ર અમુક પસંદગીના નિવેદનો જ પબ્લિકમાં બહાર પાડી રહી છે.
પોતાના જ શપથ ગ્રહણ સમારોહમાં ગેરહાજર!
મોજતબાની હાલત પર ત્યારે વધુ શંકા ગઈ જ્યારે તેઓ પોતાના જ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા. આ કાર્યક્રમમાં તેમની માત્ર એક મોટી તસવીર મૂકવામાં આવી હતી. આ ગેરહાજરી બાદ ઈરાન અને દુનિયાભરમાં એવા સવાલો ઉભા થયા છે કે શું મોજતબા ક્યારેય ભવિષ્યમાં જાહેરમાં આવીને દેશનું નેતૃત્વ કરી શકશે ખરા?
આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ખામેનેઈ કદાચ 'કોઈક રીતે જીવિત' છે, પરંતુ હુમલામાં તેઓ એટલી હદે ઘાયલ થયા છે કે હવે તેઓ પહેલા જેવા રહ્યા નથી.
માહિતી પર સેનાનો કડક પહેરો
ભારતીય ઇન્ટેલિજન્સ રિપોર્ટ જણાવે છે કે, IRGC અત્યારે જાણીજોઈને એક 'સેન્સિટિવ ઇન્ટરનલ મેનેજમેન્ટ' વ્યૂહરચના વાપરી રહી છે. સેનાનો મુખ્ય હેતુ એ છે કે ઈરાનની જનતામાં કોઈ ડર કે ગભરામણ ન ફેલાય. અત્યારે IRGC એક અસ્થાયી વાલી તરીકે કામ કરી રહી છે અને એ વાતનું પૂરતું ધ્યાન રાખી રહી છે કે મોજતબાના સ્વાસ્થ્ય વિશેની કોઈ જ પાક્કી માહિતી આંતરરાષ્ટ્રીય સ્તરે લીક ન થાય.
ઈરાનની સત્તાનો ચહેરો ભલે અત્યારે મોજતબા ખામેનેઈ હોય, પરંતુ 28 ફેબ્રુઆરીના ઘાતક હુમલા બાદ તેઓ શારીરિક રીતે અસમર્થ બની ગયા છે. હાલમાં પડદા પાછળથી આખો દેશ ઈરાની સેના IRGC ચલાવી રહી છે. હવે જોવું એ રહ્યું કે મોજતબા ક્યારે જાહેરમાં આવીને પોતાના દેશની જનતાને સંબોધિત કરે છે.