ચીનની બાદશાહત ખતમ? ભારતના આ દોસ્તે દરિયામાંથી શોધી કાઢ્યો 'ખજાનો', પાતાળમાંથી લાવશે કિંમતી ધાતુ! | Moneycontrol Gujarati
Get App

ચીનની બાદશાહત ખતમ? ભારતના આ દોસ્તે દરિયામાંથી શોધી કાઢ્યો 'ખજાનો', પાતાળમાંથી લાવશે કિંમતી ધાતુ!

રોયટર્સના રિપોર્ટ મુજબ, જાપાનનું અત્યાધુનિક સંશોધન જહાજ 'ચિક્યૂ' એક મોટા મિશન પર નીકળી પડ્યું છે. આ જહાજ ટોક્યોથી લગભગ 1900 કિલોમીટર દૂર આવેલા 'મિનમિટોરી આઈલેન્ડ' તરફ આગળ વધી રહ્યું છે.

અપડેટેડ 04:37:34 PM Jan 13, 2026 પર
Story continues below Advertisement
રેર અર્થ મેટલ્સનું મહત્વ સમજીએ તો, તે માત્ર મોબાઈલ કે લેપટોપ પૂરતું સીમિત નથી. દેશની સુરક્ષા માટે વપરાતી મિસાઈલ સિસ્ટમ્સ અને ફાઈટર જેટ્સમાં પણ આ ધાતુઓ વપરાય છે.

Rare Earth Metals: આજે દુનિયાભરમાં ટેક્નોલોજી અને હથિયારો બનાવવા માટે જે કાચું મટીરીયલ વપરાય છે, તેના પર ચીનનો સિક્કો ચાલે છે. આપણે જે સ્માર્ટફોન વાપરીએ છીએ કે પછી જે ઈલેક્ટ્રિક ગાડીઓના સપના જોઈએ છીએ, તે બધા માટે 'રેર અર્થ મેટલ્સ' (Rare Earth Metals) ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી આ મામલે ચીનની મનમાની ચાલતી હતી, પરંતુ હવે ભારતના ખાસ મિત્ર જાપાને ડ્રેગનની આ મોનોપોલી તોડવા માટે કમર કસી લીધી છે. જાપાને સમુદ્રની વચ્ચેથી કિંમતી ખનિજો શોધવા એક મોટું અભિયાન શરૂ કર્યું છે, જેનાથી બેઇજિંગમાં ખળભળાટ મચી ગયો છે.

મિશન ચિક્યુ: પાતાળ લોકમાંથી ખજાનો લાવવાની તૈયારી

રોયટર્સના રિપોર્ટ મુજબ, જાપાનનું અત્યાધુનિક સંશોધન જહાજ 'ચિક્યૂ' એક મોટા મિશન પર નીકળી પડ્યું છે. આ જહાજ ટોક્યોથી લગભગ 1900 કિલોમીટર દૂર આવેલા 'મિનમિટોરી આઈલેન્ડ' તરફ આગળ વધી રહ્યું છે. આ મિશન કંઈ નાનું-સૂનું નથી. અહીં જાપાનના વૈજ્ઞાનિકો સમુદ્રની સપાટીથી 6 કિલોમીટર નીચે જશે અને ત્યાં તળિયે રહેલા કાદવને બહાર કાઢશે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે સમુદ્રના પેટાળમાં રહેલા આ કાદવમાં કિંમતી રેર અર્થ મેટલ્સનો અખૂટ ખજાનો છુપાયેલો છે. દુનિયામાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ દેશ દરિયામાં આટલે ઊંડે જઈને કાદવ કાઢશે અને તેમાંથી કિંમતી ધાતુઓ મેળવવાનો પ્રયાસ કરશે. આ ઐતિહાસિક કામ માટે જહાજ પર 130 લોકોની ટીમ તૈનાત છે, જેમાં એક્સપર્ટ સંશોધકો અને ક્રૂ મેમ્બર્સ સામેલ છે. આ મિશન 14 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે.

ચીનની દાદાગીરી પર લાગશે બ્રેક?


રેર અર્થ મેટલ્સનું મહત્વ સમજીએ તો, તે માત્ર મોબાઈલ કે લેપટોપ પૂરતું સીમિત નથી. દેશની સુરક્ષા માટે વપરાતી મિસાઈલ સિસ્ટમ્સ અને ફાઈટર જેટ્સમાં પણ આ ધાતુઓ વપરાય છે. અત્યાર સુધી જાપાન અને પશ્ચિમી દેશો આ ખનિજો માટે ચીન પર નિર્ભર હતા. ચીન આ વાતનો ફાયદો ઉઠાવીને વારંવાર નિકાસ પર પ્રતિબંધો લાદીને બીજા દેશોને દબાવતું હતું.

ચીનની આ "બ્લેકમેઇલિંગ" નીતિથી કંટાળીને હવે જાપાન આત્મનિર્ભર બનવા તરફ આગળ વધ્યું છે. જો જાપાનનું આ મિશન સફળ થયું, તો ટેકનોલોજીની દુનિયામાં ચીનનો દબદબો હંમેશ માટે ખતમ થઈ શકે છે.

7 વર્ષની તપસ્યા અને માઉન્ટ ફુજીનો નજારો

આ પ્રોજેક્ટ રાતોરાત શરૂ નથી થયો. જાપાન સરકાર છેલ્લા 7 વર્ષથી આ મિશનની તૈયારી કરી રહી હતી. આ પ્રોજેક્ટના હેડ શોઈચી ઈશીએ જણાવ્યું કે, જ્યારે તેમનું જહાજ શિજુઓકા પોર્ટથી રવાના થયું, ત્યારે પાછળ બરફથી ઢંકાયેલો માઉન્ટ ફુજી પર્વત દેખાઈ રહ્યો હતો. તેમના માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક હતી. ઈશીએ વધુમાં કહ્યું કે, "દરિયાની સપાટીથી 6 કિલોમીટર નીચે જઈને સંસાધનો કાઢવા એ એક મોટી ટેકનિકલ સિદ્ધિ ગણાશે. જો અમે સફળ રહ્યા તો જાપાનની ખનિજ મેળવવાની પદ્ધતિમાં ક્રાંતિ આવી જશે."

ચીનનું ટેન્શન કેમ વધ્યું?

એક તરફ જાપાન સ્વાવલંબી થવા જઈ રહ્યું છે, તો બીજી તરફ ચીને પોતાની ચાલ રમવાનું શરૂ કરી દીધું છે. ગત અઠવાડિયે જ ચીને જાપાનની સેના અને નાગરિકો બંને માટે વપરાતી ડુઅલ-યૂઝ વસ્તુઓ અને કેટલાક ખાસ મિનરલ્સની નિકાસ પર રોક લગાવી દીધી છે. જાપાની મીડિયાનું માનવું છે કે ચીન ભવિષ્યમાં આ પ્રતિબંધોને વધુ કડક બનાવી શકે છે. આવી સ્થિતિમાં જાપાનનું આ સમુદ્રી મિશન માત્ર જાપાન માટે જ નહીં, પણ ભારત સહિત આખી દુનિયા માટે મહત્વનું સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો-10 Minutes Delivery Ban: હવે '10 મિનિટમાં ડિલિવરી'નો યુગ પૂરો, ગિગ વર્કર્સની સુરક્ષા માટે સરકારનું કડક વલણ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 13, 2026 3:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.