Israel Gaza War: રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ભારત સહિત આખી દુનિયાના અર્થતંત્રને ફટકો પડ્યો હતો. તેમાં હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો પણ ઉમેરો થયો છે. ઈઝરાયલે હમાસને ખતમ કરવા માટે આખા ગાઝામાં સાફસૂફી કરવાનો નિર્ધાર કર્યો છે. તેના પરથી એટલું સ્પષ્ટ છે કે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે. આ યુદ્ધ પણ ભારતીય અર્થતંત્રના અલગ અલગ સેક્ટરને અસર કરી શકે છે.

