Land Law in India: આપણા દેશમાં સંવિધાને તમામ નાગરિકોને સમાન અધિકારી અને ન્યાયપૂર્ણ જીવન જીવનાનો અધિકાર આપ્યો છે. પરંતુ ક્યારેક જાણકારીના અભાવમાં ભૂલ થઈ જતી હોય છે અને ત્યારે પછતાવો થાય છે. આજે આપને એવા જ એક કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ઉલ્લંઘન દરેક વ્યક્તિ અથવા તેમની આસપાસ રહેતા લોકો કરતા હોય છે. જો કે, મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ જાણકારીના અભાવમાં કરે છે. સોના- ચાંદી અને રૂપિયાની જેમ જમીન રાખવાની પણ એક લિમિટ નક્કી કરવામાં આવી છે. જો તમારી પાસે એક નિશ્ચિત લિમિટ કરતા વધારે જમીન મળે છે, તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.